SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના: ૩પ૭ દેહ અને આત્માનું અત્યંત ભેદજ્ઞાન કરીને ચૈતન્યમાં એકાગ્રતા વડે પરમપદને પામો. ભગવાન શ્રી પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિશતક ઉપરના પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો આજે સમાપ્ત થાય છે. અત્યંત સુગમશૈલીથી વૈરાગ્યપૂર્વક ભેદજ્ઞાન અને સમાધિની પ્રેરણા આ શાસ્ત્રમાં અને પ્રવચનોમાં ભરેલી છે. (વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ પૂર્ણિમા). આત્માને અને શરીરને નિમિત્તનૈમિત્તિક સંબંધને લીધે ઘણીવાર જીવની ઇચ્છાનુસાર દાદિ ક્રિયા થતી દેખીને એવો ભ્રમ ન કરવો કે આત્માને લીધે શરીરનું યંત્ર ચાલે છે! પણ આત્માને દેહથી ભિન્ન જ જાણવો, આત્મામાં દેહનો આરોપ ન કરવો. દેહથી ભિન્ન આત્માની ભાવના કરીને એકાગ્ર થવું-જેથી પરમપદની પ્રાપ્તિ થાય. -એમ બે ગાથામાં કહે છે प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात्। वायो: शरीरयन्त्राणि वर्तन्ते स्वेषु कर्मसु।। १०३ ।। तान्यात्मनि समारोप्य साक्षाण्यास्तेऽसुखं जडः। त्यक्त्वारोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदम्।। १०४।। આત્મામાં રાગ-દ્વેષરૂપ ઈચ્છાનો પ્રયત્ન થતાં, તેના નિમિત્તે એક જાતનો વાયુ શરીરમાં ઉત્પન્ન થાય છે, ને તે વાયુના સંચારથી શરીરરૂપી યંત્ર પોતાના કાર્યમાં પ્રવર્તે છે. ત્યાં તે દેહનાં કાર્યોનો આત્મામાં આરોપ કરીને અજ્ઞાની તેને આત્માની જ ક્રિયા માને છે. પણ અહીં આચાર્યદવ કહે છે કે દેહની ક્રિયાનો આત્મામાં આરોપ કરવો તે તો મૂર્ધ-બહિરાત્માનું કાર્ય છે. જ્ઞાની તો શરીરની ક્રિયામાં આત્માની કલ્પના છોડે છે, ને દેહથી ભિન્ન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy