________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩પ૯ શાસ્ત્રના ફળમાં પરમસુખની પ્રાપ્તિ
પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર આ સમાધિતંત્રને જાણીને પરમાત્મનિષ્ઠ જીવ પરમસુખને પામે છે,-એમ અંતિમ શ્લોકમાં શાસ્ત્રનું ફળ બતાવીને અંતમંગળ કરે છે
मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च, संसारदुःखजननी जननाद्विमुक्तः। ज्योतिर्मय सुखमुपैति परात्मनिष्ठः
तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम्।।१०५ ।। ભેદજ્ઞાન વડે જેની પ્રાપ્તિ થાય છે એવા પરમપદની પ્રાપ્તિનો માર્ગ આ સમાધિતંત્રમાં બતાવે છે. જેનાથી સમાધિ એટલે કે પરમસુખ થાય એવો ઉપદેશ આ સમાધિતંત્રમાં છે. તેને જાણીને શું કરવું? કે સંસારદુઃખની જનેતા એવી જે સ્વ-પરની એકત્વબુદ્ધિ તેને છોડવી, ને ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપમાં સ્થિર થવું. દેહમાં આત્મબુદ્ધિ, ને આત્મામાં દેહબુદ્ધિ-એવી જે સ્વ-પરની એકત્વબુદ્ધિ છે તે સંસારના દુ:ખની જનની છે, મિથ્યાબુદ્ધિ જ સંસારનું મૂળ છે. આ શાસ્ત્રના ઉપદેશ અનુસાર તે મિથ્થાબુદ્ધિ છોડીને, દેહથી ભિન્ન આત્માને જાણીને, તેમાં જે સ્થિર થાય છે તે અંતરાત્મા આ સંસારના જન્મમરણથી મુક્ત થઈને પરમ કેવળજ્ઞાનજ્યોતિમય સુખને પામે છે, આવું ઉત્તમ આ શાસ્ત્રનું ફળ છે. તે મંગળ છે.
કેવળજ્ઞાન અને મોક્ષસુખના અભિલાષી જીવોને માટે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com