________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પર: આત્મભાવના પરમસુખને ભોગવે છે.
આત્મા દેહથી ભિન્ન અવિનાશી તત્ત્વ છે, દેહના નાશે તેનો નાશ થતો નથી. જેમ ઊંઘમાં-સ્વપ્નામાં “હું મરી ગયો” એમ દેખે, પણ જ્યાં જાગે ત્યાં ભાન થાય છે કે હું નાશ પામ્યો નથી, જે સ્વપ્નમાં હતો તે જ હું છું. એ જ પ્રમાણે અજ્ઞાનદશામાં ભ્રમથી દેહાત્મબુદ્ધિને લીધે દેહના નાશથી આત્માનો નાશ ભાસે છે, પણ ખરેખર આત્મા નાશ પામતો નથી, દેહું છોડીને બીજા દેહમાં, અથવા તો દેહરહિત સિદ્ધદશામાં આત્મા તે જ રહે છે, એટલે કે આત્મા સત્ છે; મોક્ષમાં પણ આત્મા સત્ છે, મોક્ષમાં આત્માનો અભાવ છે- એમ નાસ્તિક લોકો માને છે; પણ જો મોક્ષમાં આત્માનો અભાવ હોય તો એવા મોક્ષને કોણ ઈ ?પોતાના અભાવને તો કોણ ઈચ્છે? પોતે પોતાના અભાવને કોઈ ઈચ્છે નહિ. મોક્ષને તો સૌ પ્રાણી ઈચ્છે છે, તે મોક્ષમાં આત્મા પરમ શુદ્ધ આનંદદશા સહિત બિરાજમાન છે. કોઈ પણ અવસ્થામાં આત્માના અભાવની કલ્પના કરવી તે મિથ્યા છે. જેમ સ્વપ્નમાં આત્માનો નાશ દેખાય છે તે મિથ્યા છે, તેમ જાગૃતદશામાં પણ આત્માનું જે મરણ દેખાય છે તે અજ્ઞાનીનો ભ્રમ છે. બન્નેમાં વિપર્યાસની સમાનતા છે. આ દેહના વિયોગ પછી પણ આત્માનું અસ્તિત્વ એમ ને એમ રહ્યા જ કરે છે. આવા સત્ આત્માની મુક્તિ પ્રયત્ન વડે સિદ્ધ થાય છે. દેહથી ભિન્ન આત્માનું શાશ્વત હોવાપણું જે જાણે તેને મૃત્યુનો ભય રહે નહીં, “મારો નાશ થઈ જશે ” એવો સન્દર્યું તેને થાય નહિ. ગમે તે પરિસ્થિતિમાં પણ, દેહ છૂટવા ટાણે પણ, ધર્મી પોતે પોતાના ભિન્ન અસ્તિત્વને અનુભવે છે; ને આત્માની આવી આરાધના સહિત દેહ છોડે છે...દેહ છૂટવા ટાણેય તેને સમાધિ કહે છે. (૧૦૧).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com