________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩પ૩ આત્મભાવનાનો ઉગ્ર પ્રયત્ન
હવે કહે છે કે પ્રયત્નપૂર્વક આત્માના ભેદજ્ઞાનની ભાવના કરવી.ગમે તેવા દુઃખમાં એટલે કે પ્રતિકૂળતામાં પણ આત્માની ભાવના છોડવી નહિ, ભિન્ન આત્માને જાણીને અતિ ઉગ્ર પ્રયત્નપૂર્વક તેની ભાવના ભાવ્યા જ કરવી.-કેમ કે
अदुःखभावितं ज्ञानं क्षीयते दुःखसन्निधौ।
तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः।। १०२।।
દુઃખ વિના ભાવવામાં આવેલું જ્ઞાન, ઉપસર્ગાદિ દુઃખના પ્રસંગમાં ક્ષીણ થઈ જાય છે, માટે પોતાની શક્તિ અનુસાર કાયકલેશાદિ કષ્ટ સહુવાપૂર્વક આત્માની દઢ ભાવના કરવી. ગમે તેવી પ્રતિકૂળતામાંય મુમુક્ષુના પુરુષાર્થને જાગૃત રાખવાનો આ ઉપદેશ છે. જગતનાં સુખોની દરકાર છોડીને જેણે આત્માની ભાવના ભાવી છે. તેને દુ:ખ પ્રસંગેય તે ભાવના ટકી રહેશે, ને ઉલટી તે ભાવના તીવ્ર વૈરાગ્યથી ઉગ્ર બનશે. સાતાશીલીયા કે પ્રમાદી ન થઈ જવાય તે માટે જાગૃતીનો ઉપદેશ છે. કેમકે જો આત્માની ભાવના ભૂલીને બાહ્યસુખમાં સાતાશીલીયો થઈ જાય તો જ્ઞાનનો નાશ થઈ જાય છે.
આત્માના શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક એવી ભાવના કરજે કે ગમે તેવી પ્રતિકૂળતામાં પણ જવાબ આપે! ગમે તે પ્રસંગે તે ભેદજ્ઞાનની ભાવના હાજર રહે! જ્યાં કોઈ બીજો ઉપાય નથી ત્યાં પણ અંતરના ભેદજ્ઞાનની ભાવનાપૂર્વક સહનશીલતા તે અમોઘ ઉપાય છે. જ્યાં જ્ઞાનની ભાવના જાગૃત છે ત્યાં કોઈ પણ પ્રતિકૂળતા સાધકને આત્મભાવનામાંથી ડગાવી શકતી નથી.
અંતરના જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ થઈને એવી દઢ Please inform us of any errors on rajesh@AtmaDharma.com