________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૫૧ નથી, જાગૃત થતાં જ પોતે પોતાને જીવંત એવો ને એવો દેખે છે, સ્વપ્નમાં જે નાશ દેખ્યો તે તો વિપર્યાસ અને ભ્રમણા છે. તેમાં જાગૃતદશામાં પણ દેહના નાશથી પોતાનો (આત્માનો) નાશ થવાનું અજ્ઞાની માને છે તે પણ સ્વપ્નદશાની જેવો જ વિપર્યાસ અને ભ્રમણા છે, ખરેખર આત્માનો નાશ થતો નથી; જેમ જાગૃતદશામાં પોતે એવો ને એવો છે તેમ મોહનિદ્રા છોડીને દેહથી ભિન્ન ચૈતન્યદષ્ટિથી જુએ તો આત્મા બીજા ભવમાં અથવા શરીરરહિત સિદ્ધદશામાં એવો ને એવો નિત્ય બિરાજમાન છે. દેહના સંયોગથી આત્માની ઉત્પત્તિ અને દેહના વિયોગે આત્માનું મરણ માનવું એ ભ્રમણા છે. આત્મા દેહથી જુદો ઉપયોગલક્ષણવાળો છે; દેહની ઉત્પત્તિથી તેની ઉત્પત્તિ થઈ નથી તેમ જ દેહના વિયોગે તેનું મરણ થતું નથી. જન્મ અને મૃત્યુ વગરનો સસ્વરૂપ આત્મા છે.
આત્મા સ્વતંત્ર સત્ વસ્તુ છે. સનો સર્વથા નાશ ન થાય, ને સત્ સર્વથા નવું ન ઉપજે. પણ સત્ સત્પણે નિત્ય ટકીને તેની પર્યાયમાં ઉત્પાદ-વ્યયરૂપ પરિવર્તન થયા કરે છે. જેમ સ્વપ્નમાં કોઈએ જોયું કે “હું મરી ગયો.' અને પછી તે જાગીને બીજાને કહે કે “ભાઈ ! હું તો મરી ગયો છું –તો લોકો તેને મૂરખ જ ગણે. એલા ! તું જીવતો-જાગતો ઊભો છો ને કહે છે કે હું મરી ગયો ? જેમ અનાની તેની વાત એ ભ્રમણા છે; તેમ દેહના છૂટવાથી કોઈ કહે કે આત્મા મરી ગયો.-તો જ્ઞાની કહે છે કે અરે મૂરખા ! ચેતનલક્ષણ આત્મા તે કદી મરતો હશે!! તું આત્માનો નાશ માને છે એ તો દેહબુદ્ધિને લીધે તારી માત્ર ભ્રમણા છે. જેમ સ્વપ્નની વાત ખોટી છે તેમ તારી વાત પણ ખોટી છે. પોતે કરેલા પુણ્ય પાપઅનુસાર આત્મા પોતે સ્વર્ગ કે નરકાદિમાં જઈને પોતાના ભાવનું ફળ ભોગવે છે; અને વીતરાગતા વડે મોક્ષ પામીને સાદિઅનંત સિદ્ધદશામાં રહીને મોક્ષના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com