________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : આત્મભાવના અને તે અંતરાત્મપણું કર્માદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણવાથી જ થાય છે, માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે.
અરિહંત અને સિદ્ધ ભગવાન પરમાત્મા થઈ ગયા. તે પરમાત્માને પણ પરમાત્મદશા પ્રગટયા પહેલાં બહિરાત્મપણું હતું, તે છોડીને અંતરાત્મા થયા ને તે ઉપાયથી પરમાત્મપણું પ્રગટ કર્યું.
વર્તમાનમાં જે ધર્મી-અંતરાત્મા છે તેને પૂર્વે અજ્ઞાનદશામાં બહિરાત્મપણું હતું ને હવે અલ્પકાળમાં પરમાત્મપણું પ્રગટ થશે.
જે જીવ અજ્ઞાની બહિરાત્મા છે તેને પણ આત્મામાં પરમાત્મા અને અંતરાત્મા થવાની તાકાત છે. આત્મામાં કેવળજ્ઞાનાદિ પરમાત્મશક્તિ છે; જો શક્તિપણે કેવળજ્ઞાનાદિ ન હોય તો તેને રોકવામાં નિમિત્તરૂપ કેવળજ્ઞાનાવરણીય કર્મ કેમ હોય? બહિરાત્માને કેવળજ્ઞાનાવરણ છે તે એમ સૂચવે છે કે તેનામાં પણ શક્તિપણે કેવળજ્ઞાન છે.
આ રીતે આત્માની બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એવી ત્રણ અવસ્થા છે; તેમાંથી ચૈતન્યશક્તિની પ્રતીતવડે બહિરાત્મપણું છોડવા જેવું છે ને પરમાત્મપણું પ્રગટ કરવા જેવું છે. [ વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ ૬: સમવસરણપ્રતિષ્ઠા વાર્ષિકોત્સવ]
આત્માનું સ્વરૂપ એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છે; તેની ત્રણ પ્રકારની અવસ્થાઓ છે. જે પોતાના ચિદાનંદસ્વરૂપને ચૂકીને બહારમાં શરીરાદિ તે જ હું-એમ માને છે તે બહિરાત્મા છે; તે અધર્મી છે, ને એકલા વિભાવને જ સાધે છે. જેણે દેહથી ભિન્ન રાગથી પાર પોતાના જ્ઞાનાનંદસ્વભાવથી પરિપૂર્ણ આત્માને અંતરમાં જાણી લીધો છે તે અંતરાત્મા છે, તે ધર્માત્મા છે, તે પરમાત્મદશાના સાધક છે. અને ચિદાનંદસ્વભાવમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com