________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮: આત્મભાવના
મોક્ષનો ઉપાય અરિહંતદેવના માર્ગમાં જ છે દેહથી ભિન્ન આત્માને સાધનારા યોગીઓને આનંદ હોય છે
અર્હતમાર્ગમાં મોક્ષના ઉપાયનું યથાર્થસ્વરૂપ શું છે તે બતાવ્યું ને તેના ફળમાં પરમપદની પ્રાપ્તિ પણ બતાવી. હવે આવો યથાર્થ મોક્ષમાર્ગ બીજા કોઈ અન્ય મતોમાં હોતો નથી,-એ વાત સમજાવે
अयत्नसाध्यनिर्वाणं चित्तत्त्वं भूतजं यदि। अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां क्वचित्।। १०० ।।
આ ચૈતન્યતત્ત્વ આત્મા સ્વત:સિદ્ધ, દેહથી ભિન્ન તત્ત્વ છે, તે અવિનાશી છે. આ ચૈતન્યતત્ત્વ “ભૂત” એટલે કે પૃથ્વી-પાણીઅગ્નિ-વાયુ વગેરેથી ઉત્પન્ન થયું હોય તો તો દેહની ઉત્પત્તિ સાથે તેની ઉત્પત્તિ, અને દેહના નાશથી તેનો નાશ-એમ થાય, એટલે મોક્ષને માટે કોઈ યત્ન કરવાનું ન રહે. દેહુના સંયોગથી આત્મા ઉપજે ને દેહુના વિયોગથી આત્મા નાશ પામે,-દેહથી જુદો કોઈ આત્મા છે જ નહીં-એમ નાસ્તિક લોકો માને છે; દેહુ છૂટતાં આત્માનો પણ અભાવ થઈ જશે, એ રીતે અભાવને તેઓ મોક્ષ કહે છે, એટલે તેમને મોક્ષનો પ્રયત્ન કરવાનું ક્યાં રહ્યું? અરે, જ્યાં પોતાનું અસ્તિત્વ જ ન માને એને માટે પ્રયત્ન કોણ કરે? મોક્ષ તો પરમ આનંદમય દશા છે, ને તે જ્ઞાનમય પુરુષાર્થ વડે પ્રગટ થાય છે. “મોક્ષ” એ કાંઈ આત્માનો અભાવ નથી; પણ મોક્ષ એ તો કર્મના અભાવમાં આત્માનું પૂર્ણ શુદ્ધસ્વરૂપે ખીલી નીકળવું તે છે. જો મોક્ષમાં આત્માનો અભાવ હોય તો એવા મોક્ષને નાસ્તિક સિવાય કોણ ઈચ્છે? પોતે પોતાના અભાવને કોણ ઈચ્છે? માટે નાસ્તિકો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com