________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૩૪૭ જેને પોતાને મોક્ષપદ સાધવું છે, તો તેવા મોક્ષપદને પામેલા (અરિહંતો ને સિદ્ધો) તથા તેને સાધનારા (સાધુમુનિરાજ વગેરે) જીવો કેવા હોય તેની ઓળખાણ તો તેને હોય જ. એનાથી વિપરીત કુદેવાદિ તરફ તેનો ભાવ ઝૂકે નહિ. પણ અહીં તો એનાથી આગળ વધીને ઠેઠ આરાધનાની પૂર્ણતાની ઉત્કૃષ્ટ વાત છે. સાચા દેવ-ગુરુને ઓળખ્યા પછી પણ તેમના લક્ષે રાગમાં રોકાઈ રહેતો નથી પણ એમના જેવા નિજસ્વરૂપના અનુભવમાં એકાગ્ર થઈને મોક્ષને સાધે છે. જેટલી નિજસ્વરૂપમાં એકાગ્રતા તેટલો મોક્ષમાર્ગ. અહો, એકલા સ્વાશ્રયમાં મોક્ષમાર્ગ સમાય છે. અંશમાત્ર પરાશ્રય મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગમાં પરનો આશ્રય માને તેણે સાચા મોક્ષમાર્ગને જાણ્યો નથી. ભાઈ, પરના આશ્રયે મોક્ષમાર્ગ માનીશ તો તેનું લક્ષ છોડીને નિજસ્વરૂપનું ધ્યાન તું ક્યારે કરીશ? પર લક્ષ છોડી, નિજસ્વરૂપના ધ્યાનમાં લીન થયા વગર ત્રણકાળમાં કોઈનો મોક્ષ થાય નહીં.-હુજી આવો માર્ગ પણ નક્કી ન કરે તે તેને સાધે ક્યારે? માર્ગના નિર્ણયમાં જ જેની ભૂલ હોય તે તેને સાધી શકે નહીં. અહીં તો નિર્ણય ઉપરાંત હુવે પૂર્ણ સમાધિ પ્રાપ્ત કરીને જન્મ-મરણના અભાવરૂપ સિદ્ધપદ થવાની વાત છે.-એ જ સાચું સમાધિસુખ છે.
સાદિઅનંત અનંત સમાધિસુખમાં, અનંતદર્શન જ્ઞાન અનંત સહિત જો ”–આવા નિજપદની પ્રાપ્તિનો અપૂર્વ અવસર આવેએવી વાત છે.
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com