________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬: આત્મભાવના
આત્માના વીતરાગ-વિજ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો જોઈએ, ને પછી તેની ભાવનાથી તેમાં એકાગ્રતાનો દઢ અભ્યાસ કરવો જોઈએ. આ જ ૫રમાત્મા થવાનો ઉપાય છે. કોઈ નિમિત્તનો આશ્રય કરીને કે રાગાદિનો આશ્રય કરીને સિદ્ધ કે અરિહંત ભગવંતો ૫૨માત્મદશાને નથી પામ્યા, પણ આત્મસ્વરૂપનો આશ્રય કરીને તેના ધ્યાનથી જ પરમાત્મદશા પામ્યા છે.
સમયસાર ગા. ૪૧૦ માં કહે કે-શરીરાશ્રિત મોક્ષમાર્ગ નથી; અદ્વૈત ભગવંતોએ શરીરનું મમત્વ છોડીને શુદ્ધાત્માના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રને જ મોક્ષમાર્ગપણે ઉપાસ્યા છે. ભગવંતોએ સ્વદ્રવ્યાશ્રિત એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને જ મોક્ષમાર્ગ કહ્યા છે. માટે હૈ ભવ્ય! શુદ્ધજ્ઞાનચેતનામય થઈને તું તારા આત્માને ધ્યાવ.
પોતાના શુદ્ધઆત્માની ભાવનાના પ્રભાવથી જ આત્મા સર્વજ્ઞ થાય છે; અહો, સર્વજ્ઞપદનો મહિમા વચનથી અગોચર છે, તેની પ્રાપ્તિ શુદ્ધાત્માની ભાવના વડે એટલે કે સ્વાનુભવ વડે થાય છે. તેથી શ્રીમદ્દ રાજચંદ્ર કહે છે કે ‘અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’ સર્વજ્ઞસ્વભાવથી ભરેલા પોતાના ચૈતન્યપદને છદ્મસ્થજ્ઞાની પણ પોતાના સ્વાનુભવ વડે બરાબર જાણી શકે છે. એને જાણીને એની જ નિત્ય ભાવના કરવા જેવી છે.
શુદ્ધસ્વરૂપની ભાવના કરનાર, એટલે કે પર્યાયને અંતર્મુખ કરીને સ્વરૂપમાં લીન કરનાર જીવ, સ્વયં પોતાથી જ સિદ્ધપદ પામે છે, કોઈ બીજા બાહ્ય સાધનને લીધે સિદ્ધપદ નથી પામતો. સંસ્કૃત ટીકામાં લખે છે કે જીવ મોક્ષ કઈ રીતે પામે છે?-કે ‘સ્વત: વ આત્મનૈવ પરમાર્થતો ન પુન: ગુરુમાવિ વાઘનિમિત્તાત્' અર્થાત્ પોતાથી-પોતાના આત્માથી જ ૫૨માર્થે મોક્ષ પામે છે, નહિ કે ગુરુઆદિ બાહ્ય નિમિત્તોથી.-જીઓ, કેટલી સ્પષ્ટ વાત કરી છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com