________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૩૩૭ આપે છે.-આ રીતે રુચિ અને શ્રદ્ધાનું જોર જીવને તે–તે વિષયથી હુટવા દેતું નથી, તેને તેનું રટણ રહ્યા જ કરે છે. વજપાત થાય કે દેવ ડગાવવા આવે તોપણ ધર્મીની શ્રદ્ધામાંથી આત્માનું રટણ ખસતું નથી હું જ્ઞાનાનંદસ્વરૂપ છું-એવી શ્રદ્ધાનું રટણ તેને નિરંતર વર્યા જ કરે છે. આ રીતે જીવને જેમાં હિતબુદ્ધિ હોય તેમાં શ્રદ્ધા ને લીનતા થાય છે, ઉપયોગ વારંવાર તે તરફ જાય છે અને જેમાં હિતબુદ્ધિ ન હોય તેમાં જીવને શ્રદ્ધા કે લીનતા થતાં નથી, એટલે તેમાં તે અનાસક્ત જ હોય છે.
હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું ને દેહાદિ અચેતન છે-એમ જ્યાં બન્નેની ભિન્નતા જાણી, ત્યાં આત્મામાં આત્મબુદ્ધિ થઈ ને દેહમાંથી આત્મબુદ્ધિ છુટી ગઈ. જેમાં આત્મબુદ્ધિ ન હોય તેમાં લીનતા પણ હોય નહી. જેને પોતાથી ખરેખર ભિન્ન જાણ્યા તે વિષયોમાં સુખબુદ્ધિ ન રહી, સુખબુદ્ધિ ન રહી એટલે શ્રદ્ધા તેનાથી પાછી ફરી ગઈ, ને જેમાં શ્રદ્ધા ન હોય તેમાં લીનતા પણ હોય નહીં.-આ રીતે જ્ઞાની ધર્માત્મા જગતના સર્વ વિષયો પ્રત્યે અનાસક્ત છે.
અરે જીવ! એકવાર તું નક્કી તો કર કે તારું હિત ને તારું સુખ શેમાં છે? જેમાં સુખ લાગે તેની રુચિ ને તેમાં લીનતા થાય. આત્માનું જ્ઞાનપદ બતાવીને આચાર્યદવ કહે છે કે
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મા સિવાય બીજે ક્યાંય તારું સુખ નથી, માટે તેની રુચિ ન કર, પ્રીતિ ન કર, તેમાં એકતા ન માન. સુખ તો આત્માના અનુભવમાં છે. એકવાર આવું લક્ષ કરે તોય એના પરિણામનો વેગ પર તરફથી પાછો વળી જાય....એના વિષયો અતિ મંદ પડી જાય; જેમાં સુખ નહિ તેનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com