________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬: આત્મભાવના
यत्रैव हितधी: पुंसः श्रद्धा तत्रैव जायते। यत्रैव जायते श्रद्धा चित्त तत्रैव लीयते।।९५।। यत्रैवाहितधीः पुंसः श्रद्धा तस्मान्निवर्तते। यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः।। ९६ ।।
“આમાં જ મારું હિત છે”—એમ જે વિષયમાં જીવને હિતબુદ્ધિ થાય છે તેમાં જ તેને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને જે વિષયમાં શ્રદ્ધા થાય છે તેમાં જ તેના ચિત્તની લીનતા થાય છે. ધર્માત્માને પોતાના આત્મસ્વરૂપમાં જ હિતબુદ્ધિ હોવાથી તેને ઊંઘ વગેરે દશા વખતે પણ તેની શ્રદ્ધા વર્યા જ કરે છે. અને અજ્ઞાનીને બાહ્ય વિષયોમાં હિતબુદ્ધિ હોવાથી તેને બાહ્ય વિષયોમાં જ શ્રદ્ધા અને લીનતા વર્તે છે. આ રીતે જ્યાં રુચિ ત્યાં શ્રદ્ધા, અને જ્યાં શ્રદ્ધા ત્યાં એકાગ્રતા થાય છે.
પહેલાં આત્મામાં હિતબુદ્ધિ એવી થવી જોઈએ કે અહો ! આ જગતમાં કયાંય મારું સુખ હોય તો તે મારા આત્મામાં જ છે, મારા આત્માથી બહાર જગતમાં કોઈ પણ વિષયોમાં મારું સુખ છે જ નહિ. -આવો દઢ નિર્ણય કરે તો આત્મામાં હિતબુદ્ધિ થતાં તેની રુચિ થાય, ને તેની શ્રદ્ધા થતાં વારંવાર તેમાં જ વલણ રહ્યા કરે, ને તેમાં જ લીનતા થાય. જેને આત્માની રુચિ છે તેને બીજા વિષયોમાં સુખબુદ્ધિ સ્વપ્નય થતી નથી. શુદ્ધ ચિદાનંદ આત્મામાં જ સુખબુદ્ધિથી તેનું જ રટણ રહ્યા કરે છે. હું ચિદાનંદ છું, હું જ્ઞાયક છું—એવી પ્રતીતિનું પરિણમન ધર્મીને સદાય વર્તે છે. અને અજ્ઞાનીને દેહ તે હું-રાગ તે હું એવી ઊંધી પ્રતીતિનું પરિણમન સદાય વર્તે છે. જીવને જે વિષયની રુચિ-શ્રદ્ધા અને લીનતા હોય તેનું જ રટણ રહ્યા કરે છે. ધર્મીને સ્વપ્નમાં પણ એવા આવે કે હું ચરમશરીરી છું, હું ભગવાનની સભામાં બેઠો છું, મુનિઓ મને આશીર્વાદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com