________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના:૩૩૧ જ પડેલો છે, મોહથી તે ઉન્મત્ત જ છે. જગત કહે છે કે ડાહ્યો છે, જ્ઞાની કહે છે કે તે ગાંડો છે. હું ચૈતન્ય છું એવું જેને ભાન નથી ને દેહને જ પોતાનો માની રહ્યા છે તે ગાંડા જ છે.
અને તેથી ઊલટું લઈએ તો, જ્ઞાની ધર્માત્માની બધી અવસ્થાઓ ભ્રમરહિત જ છે. કદાચિત ઉન્મત્ત જેવા દેખાય કે ઊંઘમાં હોય તોપણ તે વખતેય જ્ઞાનીની દશા ભ્રમરૂપ નથી, પણ ચૈતન્યસ્વરૂપમાં તે જાગૃત જ છે, દેહાદિમાં પોતાપણાનો ભ્રમ તેને થતો નથી. જાઓ, સીતાનું હરણ થતાં તેના વિયોગમાં રામચંદ્રને મૂર્છા આવી જાય છે, ને ઝાડને તથા પર્વતને પણ પૂછે છે કે ક્ય ય જાનકીને દેખી?–તો શું તે વખતે ગાંડા છે? કે ભ્રમવાળા છે?ના; તે વખતેય જ્ઞાની છે, અંતરમાં તે વખતેય નિઃશંક ભાન વર્તે છે કે અમે તો ચૈતન્યસ્વરૂપ આત્મા છીએ, સીતા કે સીતા પ્રત્યેનો રાગ તે અમે નથી. આ રીતે જ્ઞાની સર્વ અવસ્થાઓમાં ભ્રાંતિરહિત છે, આત્મા સંબંધી ભ્રાંતિ તેમને થતી નથી. ને અજ્ઞાની, કદાચિત્ સ્ત્રી વગેરે મરવા છતાં રુએ નહિ તોપણ તે ઉન્મત્ત અને ભ્રાન્ત છે. સત્-અસતને જુદા જાણ્યા વગર એટલે કે સ્વ-પરને જાદા જાણ્યા વગર, અજ્ઞાનપણે પોતાને ફાવે તેમ બન્નેને એકમેક માને છે, એવા અજ્ઞાનીનું બધું જ્ઞાન ને બધી ચેષ્ટાઓ ઉન્મત્તવત્ છે તેથી મિથ્યા છે, -એમ મોક્ષશાસ્ત્રમાં ઉમાસ્વામીએ કહ્યું છે.
રાગ અને દેહાદિની બધી અવસ્થા મારી છે-એમ અજ્ઞાનીને સર્વ અવસ્થામાં ભ્રમ વર્તે છે, ને જ્ઞાની તો તે સર્વ અવસ્થાથી પોતાના આત્માને ભિન્ન જાણે છે, જ્ઞાનાનંદસ્વરૂપે જ તે પોતાના આત્માને દેખે છે, તેથી સર્વ અવસ્થામાં તે ભ્રાંતિરહિત જ છે. ઊંઘ વખતેય તે ભ્રાંતિરહિત છે. અને અજ્ઞાની જાગૃતદશામાંય ભ્રાંતિસહિત છે. દેહાદિની અવસ્થાને જે પોતાની માને છે તેને જ્ઞાનીઓ “ગાંડાઉન્મત્ત' જાણે છે. અને જ્ઞાની લડાઈ વગેરેમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com