________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૨૫ અભિલાષા છે એવા જીવોને માટે હું ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ. એટલે મોક્ષાર્થી જીવોને માટે આ ભેદજ્ઞાનની વાત ચાલે છે. જડચેતનની ભિન્નતાનું જ્ઞાન થતાં જીવને સુખ થાય છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેની ક્રિયા તો જાણવારૂપ જ છે. અને શરીર જડસ્વરૂપ છે-તે સ્વયે હાલવા-ચાલવાની ક્રિયાવાળું છે, પણ તેનામાં દેખવાની ક્રિયા નથી. આત્મા અને શરીર બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે, બન્નેની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન છે. શરીર ઊંચ-નીચું થાય-વ્યવસ્થિત પગ ઊપડ, ભાષા બોલાય તે બધી જડની ક્રિયા છે, જડ આંધળા સ્વયં ચાલે છે, ને ત્યાં તે-તે ક્રિયાનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માની ક્રિયા છે. પણ અજ્ઞાની કહે છે કે “મેં શરીરની ક્રિયા કરી; હું બોલ્યો, મેં જાળવીને પગ મૂક્યો.”—એવી ભ્રમણાને લીધે તે અજ્ઞાની શરીરાદિ બાહ્યપદાર્થોમાં જ ઉપયોગની એકતા કરે છે. પણ શરીરથી ભિન્ન આત્મામાં ઉપયોગને જોડતો નથી. તેને અહીં સમજાવે છે કે અરે મૂઢ ! જડ અને ચેતનની ક્રિયાઓ ભિન્નભિન્ન છે; તારી ક્રિયા તો જાણવારૂપ છે, શરીરની ક્રિયાઓ તારી નથી. માટે શરીરાદિ જડ સાથેનો સંબંધ તોડ ને ચૈતન્યસ્વભાવ સાથે સંબંધ જોડ!
જડ-ચેતનના ભેદજ્ઞાન માટે અહીં આંધળા અને લંગડાનું સરસ દષ્ટાંત આપ્યું છે. આંધળામાં હાલવા-ચાલવાની તાકાત છે પણ માર્ગ દેખવાની તાકાત નથી; તેના ખભા ઉપર લંગડો બેઠો છે, તેનામાં જાણવાની તાકાત છે પણ દેહને ચલાવવાની તાકાત નથી. આંધળો ચાલે છે ને લંગડો દેખે છે. ત્યાં ચાલવાની ક્રિયા કોની છે ? -આંધળાની છે. દેખવાની ક્રિયા કોની છે ? લંગડાની છે. એ રીતે બનેની ક્રિયા ભિન્નભિન્ન છે. તેમ શરીર જડ આંધળું છે, તેનામાં સ્વયે હાલવા-ચાલવાની તાકાત છે, પણ જાણવા-દેખવાની તાકાત તેનામાં નથી. તેની સાથે એકક્ષેત્રે આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com