________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨: આત્મભાવના
અજ્ઞાની જીવ શરીર ઉપરનું મમત્વ છોડવા માટે જે ભોગોને છોડે છે તેમાં જ પાછો અજ્ઞાનથી તે પ્રીતિ કરે છે, ને જે પરમપદને પ્રાપ્ત કરવાનું છે તે પદ પ્રત્યે અપ્રીતિરૂપ દ્વષ કરે છે. ઇન્દ્રિયવિષયોને છોડીને અતીન્દ્રિય આત્મસ્વભાવમાં આવવાની તો તેને ખબર નથી એટલે એક પ્રકારના ઈન્દ્રિયવિષયને છોડીને પાછો બીજા પ્રકારના ઈન્દ્રિયવિષયમાં જ તે વર્તે છે, ને અતીન્દ્રિયસ્વભાવ પ્રત્યે અરુચિરૂપ વૈષ કરે છે. એ રીતે મોહી જીવનો ત્યાગ તે ખરો ત્યાગ નથી પણ તે તો રાગદ્વેષગર્ભિત છે.
નિર્મમત્વ ચૈતન્યસ્વભાવની દૃષ્ટિ વગર દેહાદિનું મમત્વ છૂટે જ નહિ. ચૈતન્યના ભાન વગર દેહનું મમત્વ છોડવા માટે ત્યાગી થાય તોપણ તેને ઇન્દ્રિયોના વિષયોમાં ત્યાગ-ગ્રહણની બુદ્ધિ તો પડી જ છે, અતીન્દ્રિય ચૈતન્યસ્વભાવ તો તેણે લક્ષમાં લીધો નથી. આ બાહ્ય ત્યાગ મને મોક્ષનું કારણ થશે-એમ તેને શરીરની દિગંબરદશા વગેરે ઉપર રાગ છે. એ રીતે જેને આત્માનું ભાન નથી તેને દેહાદિની મમતાનો ખરો ત્યાગ થતો જ નથી. બાહ્ય ભોગોથી નિવૃત્તિ કરીને પરમાત્મપદમાં પ્રીતિ જોડવાની હતી, તેને બદલે શરીરને મોક્ષનું સાધન માન્યું, એટલે શરીરમાં જ તેણે પોતાનું અસ્તિત્વ માનીને તેમાં પ્રીતિ જોડી, પણ શરીરથી ભિન્ન ચૈતન્યનું અસ્તિત્વ ન જાણું, ને તેમાં પ્રીતિને ન જોડી; એટલે તે મોહી જીવને ત્યાગનો હેતુ સર્યો નહીં. એવા મોહવાન ત્યાગી કરતાં તો નિર્મોહી (-સમ્યગ્દષ્ટિ) ગૃહસ્થને સમન્તભદ્રસ્વામીએ ઉત્તમ કહ્યો છે. કેમકે તે મોહી અજ્ઞાની જીવે બાહ્યમાં ત્યાગી થઈને પણ, જેનો ત્યાગ કરવાનો હતો તેની તો પ્રીતિ કરી, અને જેની પ્રાપ્તિ કરવાની હતી તેને જાણ્યું નહીં, તેમાં અરુચિરૂપ વૈષ કર્યો. આ રીતે ભેદજ્ઞાન વગર સાચો ત્યાગ થતો નથી.
બાહ્ય વિષયભોગો છોડીને વ્રતી થયો, તે વ્રતના પાલનમાં જેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com