________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦: આત્મભાવના
जातिर्लिंगविकल्पेन येषां च समयाग्रहः ।
तेऽपिन प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।। ८९ ।।
આ ગાથાનો કોઈ એવો ઊલટો અર્થ સમજે કે જાતિલિંગના ભેદનો આગ્રહ ન કરવો એટલે કે ગમે તે જાતિમાં ને ગમે તે વેષમાં મોક્ષ માની લેવો,–તો એ અર્થ બરાબર નથી. શાસ્ત્રમાં નિમિત્ત તરીકે જે જાતિ ને લિંગ વગેરે કહ્યાં છે તે જ નિમિત્ત હોય ને વિપરીત ન જ હોય; પણ તે નિમિત્તનો એટલે કે બાહ્ય સાધનનો આગ્રહ ન કરવો, પણ અંતરના ખરા સાધનરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ઓળખીને તેની ઉપાસનામાં તત્પર
થવું.
કઈ જાતિમાં ને કયા વેશમાં મોક્ષ હશે એનો નિર્ણય પણ ઘણાને થતો નથી, ને ગમે તેવા કુલિંગમાં પણ મોક્ષ થઈ જવાનું માને છે-તેમને તો સાચા માર્ગની ખબર નથી. મોક્ષનું સાચું સાધન તો રત્નત્રય છે; ને જ્યાં એવા રત્નત્રયરૂપ મોક્ષસાધન હોય ત્યાં બાહ્ય સાધન તરીકે ઉત્તમ જાતિ અને દિગંબર પુરુષવેષ જ હોય; એ સિવાય બીજું માને તેને તો મોક્ષના બહારના સાધનનીયે ખબર નથી, તો અંતરંગ સાચું સાધન તો એને હોય જ ક્યાંથી?
મુનિદશામાં પુરુષપણું અને દિગંબર લિંગ જ હોય, બીજું લિંગ ન જ હોય; તથા ક્ષત્રિય, બ્રાહ્મણ કે વૈશ્ય જાતિ જ હોય, શુદ્ર જાતિ ન હોય-એમ આગમમાં કહ્યું છે, તે તો યથાર્થ જ છે, યથાર્થ નિમિત્ત કેવું હોય તે ત્યાં બતાવ્યું છે.-પરંતુ આગમના તે કથનથી કોઈ અજ્ઞાની એમ માને કે ‘આ લિંગ અને આ જાતિથી જ હવે મુક્તિ થઈ જશે' તો તેને આગમની ઓથે જાતિ અને લિંગનો જ આગ્રહ છે, તે પણ મુક્તિ પામતા નથી. આ જાતિ અને આ લિંગમાં જ મોક્ષ થાય એમ કહીને
Please inform us of any errors on rajesh@Atma Dharma.com