________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૩૧૯ જુઓ, શરીરની ઉત્તમ જાતિ કે કુળ તે મોક્ષનું કારણ નથીએમ અહીં કહ્યું, તેથી ગમે તે જાતિ હોય-સ્ત્રી હોય કે ચાંડાળકુળમાં જન્મ્યો હોય તોપણ મુક્તિ થઈ શકે'—એમ જો કોઈ માને તો તેને પણ તત્ત્વની ખબર નથી; મોક્ષ પામનારને નિમિત્તની યોગ્યતા કેવી હોય તેની તેને ખબર નથી. જેમ-શરીરની દિગંબરદશા તે મોક્ષનું કારણ ન હોવા છતાં, મોક્ષ પામનારને નિમિત્ત તરીકે તો દિગંબરદશા જ હોય છે, બીજી દશા હોતી નથી, એ નિયમ છે; તેમ શરીરની જાતિ તે મુક્તિનું કારણ ન હોવા છતાં, મોક્ષ પામનારને નિમિત્ત તરીકે તો પુરુષપણું તથા ક્ષત્રિયાદિ ઉત્તમ જાતિ જ હોય,-એ નિયમ છે.
સ્ત્રીલિંગમાં મોક્ષ ન થાય, પુરુષલિંગ અને ઉત્તમ જાતિમાં જ મોક્ષ થાય-એમ શાસ્ત્રમાં કથન આવે, ત્યાં તે લિંગ અને જાતિને જ આત્માનું સ્વરૂપ માની લ્થ કે તેને જ મોક્ષનું ખરું સાધન માની લ્ય, ને તેનાથી ભિન્ન આત્માને તથા શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષસાધનને ન ઓળખે-તો તે જીવ દેહબુદ્ધિવાળો છે, તે મોક્ષ પામતો નથી–ભલે તે ઉત્તમ કુળમાં જન્મ્યો હોય ને પુરુષ હોય. ઉત્તમ એવા ચૈતન્યકુળને ન જાણું તો શરીરનું કુળ શું કરે? માટે દેહથી ને રાગથી ભિન્ન એવી તારી ચૈતન્યજાતીને જાણ. (૮૮)
*
*
*
*
*
*
શાસ્ત્રોમાં મુનિને દિગંબરદશા જ હોવાનું તથા ઊંચી જાતિ અને પુરૂષલિંગ જ હોવાનું કહ્યું છે–તે કથન ઉપરથી કોઈ જીવ તે બાહ્યચિહ્નને જ મોક્ષના કારણ તરીકે માની લ્વે ને અંતરંગના ખરા સાધનને ભૂલી જાય-તો તે પણ પરમ પદને પામતા નથી–એમ હવે ૮૯ મી ગાથામાં કહે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com