________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૧૭
શરીર તે સંસારનું જ નિમિત્ત થયું, મોક્ષનું નિમિત્ત તેને ન થયું. દેહથી ભિન્ન આત્માના ચિદાનંદ સ્વભાવને જાણીને, તેમાં એકાગ્રતા વડે જેઓ રત્નત્રયને આરાધે છે તેઓ જ મુક્તિ પામે છે. અને તેમને માટે શરીરને મોક્ષનું નિમિત્ત કહેવાય. ાઓ ખૂબી ! દેહનું લક્ષ છોડીને આત્માને મોક્ષનું સાધન બનાવે તેને દેહ મોક્ષનું નિમિત્ત કહેવાય, અને દેહને જ જે મોક્ષનું સાધન માનીને અટકે છે તેને તો દેહ સંસારનું નિમિત્ત છે.
મુનિદશામાં દિગંબરદશારૂપ લિંગ જ નિમિત્તપણે હોય ને વસ્ત્રાદિ ન હોય-એવો નિયમ છે, છતાં તે નિમિત્તથી જ મોક્ષ થઈ જશે-એમ માનનાર મિથ્યાદષ્ટિને તો તે શરીરના આશ્રયે સંસાર જ થાય છે. અજ્ઞાની કહે છે કે શરીરથી મોક્ષ થાય! અહીં કહે છે કે શરીર તે જ ભવ છે–સંસાર છે. જેને જ્ઞાનાનંદ ચૈતન્યતત્ત્વનું ભાન નથી ને દેહના લક્ષે રોકાયા છે તેઓ સંસારમાં જ રખડે છે. વ્રતના વિકલ્પો મોક્ષનું કારણ નથી, ને શરીરનો દિગંબરભેખ તે પણ મોક્ષનું કારણ નથી.
પ્રશ્ન:- તો પછી મુનિદશામાં વસ્ત્ર હોય તો વાંધો નહિ ને?
ઉત્તર:- મુનિદશામાં વસ્ત્રાદિ માને તેને તો નિમિત્તની પણ ખબર નથી, તેને તો મોટી ભૂલ છે. મુનિદશામાં દિગંબર શરી૨ જ નિમિત્તપણે હોય છે.-પરંતુ જેઓ તે એકલા બાહ્મલિંગથી જ મોક્ષ થવાનું માને છે તેઓ પણ નિમિત્તાધીન દષ્ટિને લીધે સંસારમાં જ રખડે છે. દેહદષ્ટિથી તો સંસાર જ છે; દેદષ્ટિવાળાને મુક્તિ થતી નથી અને જેઓ દેહની દશાને મોક્ષનું કારણ માને છે તેઓ દેદષ્ટિવાળા જ છે. દેહ તે મોક્ષનું કારણ છે–એવો મિથ્યા આગ્રહ છોડીને, ચૈતન્યસ્વરૂપને શ્રદ્ધા-જ્ઞાન-એકાગ્રતા વડે જેઓ આરાધે છે તેઓ જ મુક્તિ પામે છે. અદ્વૈત ભગવંતો પણ દેહાશ્રિત લિંગનો વિકલ્પ છોડીને, રત્નત્રયની આરાધના
Please inform us of any errors on rajesh @AtmaDharma.com