________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬: આત્મભાવના
મોક્ષનું સાધન માને તેને દેહનું મમત્વ હોય જ.-જેને મોક્ષનું સાધન માને તેનું મમત્વ કેમ છોડે? મુનિદશામાં શરીર નગ્ન જ હોય એ ખરું છે,-પણ મુનિદશા કાંઈ એ નગ્ન શરીરના આશ્રયે નથી, મુનિદશા તો આત્માના આશ્રયે છે. શુદ્ધ આત્માને જે નથી જાણતો તેને મુનિદશા હોતી નથી.
કોઈ કુતર્ક કરે કે દેહના આશ્રયે તો મોક્ષમાર્ગ નથી, પછી મુનિદશામાં શરીર નગ્ન હોય કે વસ્ત્રસહિત હોય તેમાં શું ?-તો કહે છે કે ભાઈ, નિમિત્તનો મેળ હોય છે, જે દશામાં જેવો રાગ ન હોય તેવાં નિમિત્ત પણ હોતાં નથી. જેમ સર્વજ્ઞને આહારની ઈચ્છા નથી તો બહારમાં પણ આહારની ક્રિયા નથી. તેમ મુનિને પરિગ્રહનો ભાવ નથી તો બહારમાં પણ વસ્ત્રાદિ પરિગ્રહ હોતો નથી. એવો મેળ સહજપણે હોય છે. રાગ છૂટતાં તેનાં નિમિત્તો પણ સહેજે છૂટી જાય છે. છતાં ધર્મીને તે બાહ્ય નિમિત્તમાં કર્તૃત્વ નથી.
સ્વભાવ-આશ્રિત શુદ્ધ રત્નત્રયને જેઓ સેવતા નથી ને દેહાશ્રિત કે રાગાશ્રિત મોક્ષમાર્ગ માને છે તેઓએ શુદ્ધ આત્માને જાણ્યો જ નથી. શુદ્ધ જ્ઞાનનો અનુભવ તે જ એક ૫૨માર્થ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ સાચો મોક્ષમાર્ગ નથી.
અજ્ઞાની કહે છે કે દેહ નિમિત્ત તો છે ને ?–તો અહીં કહે છે કે હા, દેહ નિમિત્ત છે-પણ કોનું? કે સંસારનું. શરીરની દશા મને મોક્ષનું કારણ થશે એમ જે માને છે તે જીવ સંસારથી છૂટતો નથી. ‘દેહ તે તો ભવ છે,-શ૨ી૨ જ આત્માનો સંસાર છે' એમ કહીને અહીં તો આચાર્યદેવ દેહને મોક્ષના નિમિત્તપણામાંથી પણ કાઢી નાંખે છે, દેહ તો સંસારનું જ નિમિત્ત છે. કેમકે જે અજ્ઞાની જીવ દેહની ક્રિયાને પોતાની માને છે તેને તો દેહ ઉપરની દૃષ્ટિથી સંસાર જ થાય છે, તેથી તેને તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com