________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૧૫ બાહ્યલિંગનું મમત્વ છોડીને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જ તારા આત્માને જોડ.
“જેને લિંગકૃત આગ્રહ છે તે મોક્ષ પામતો નથી, પણ એનો અર્થ એવો નથી કે દિગંબર લિંગ સિવાય બીજા ગમે તે કુલિંગમાં પણ મોક્ષ થઈ જાય. મોક્ષ પામનારને મુનિદશામાં શરીરની દિગંબરદશા જ હોય-એ તો નિયમ છે,-એમ જાણવું તે કાંઈ લિંગકૃત આગ્રહું નથી; પણ અંતરમાં ચૈતન્યતત્ત્વની આરાધના તો જે કરતો નથી અને શરીરની દિગંબરદશા થઈ તેને જ મોક્ષનું કારણ માને છે તે જીવને લિંગકૃત આગ્રહ છે; શરીરસંબંધી વિકલ્પ છોડીને જ્યારે સ્વરૂપમાં ઠરશે ત્યારે જ મુક્તિ થશે. તે વખતે દેહ ભલે દિગંબર જ હોય, પણ તે કાંઈ મોક્ષનું કારણ નહિ થાય, મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ થશે. માટે અરિહંત ભગવંતોએ દેહનું મમત્વ છોડીને રત્નત્રયની જ મોક્ષમાર્ગપણે ઉપાસના કરી છે; ને તેનો ઉપદેશ દીધો છે.
દેહુ તો સંસાર છે; અશરીરી સિદ્ધદશા તેની સામે સંસારનો આધાર (નિમિત્ત તરીકે ) શરીર છે, જેને શરીરનું મમત્વ છે, શરીર મને ધર્મનું સાધન થશે-એમ માને છે તે જીવ શરીરથી છૂટી શકતો નથી, એટલે કે સંસારથી છૂટી શકતો નથી, ને અશરીરી સિદ્ધપદ પામતો નથી.
વસ્ત્ર-પાત્ર વગેરે પરિગ્રહસહિત મુનિદશા મનાવે તેને તો મોક્ષમાર્ગના નિમિત્તમાંય ભૂલ છે; અહીં તો કહે છે કે શરીરની નગ્નદશા કે પંચમહાવ્રતસંબંધી શુભ વિકલ્પ (કે જે મોક્ષમાર્ગનાં બાહ્ય લિંગ છે) તેને જે મોક્ષમાર્ગ માને, તેને પણ લિંગનો આગ્રહ છે, શરીરનું મમત્વ છે. જેને શરીરનું મમત્વ છે તે શરીરથી છૂટીને અશરીરીદશા ક્યાંથી પામશે? ભાઈ, આ શરીર જ તારું નથી પછી એમાં તારો મોક્ષમાર્ગ કેવો? દેહને જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com