________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪: આત્મભાવના
-આ રીતે જ્ઞાનભાવના જ મોક્ષનું કારણ છે. વ્રતાદિના વિકલ્પો મોક્ષનું કારણ નથી. (૮૬).
દેહાશ્રિત લિંગ કે જાતિ તે મોક્ષનું કારણ નથી
જેમ વ્રતાદિના વિકલ્પો મોક્ષનું કારણ નથી તેમ મુનિલિંગનો વિકલ્પ પણ મોક્ષનું કારણ નથી-એમ હવે આચાર્યદેવ પ્રતિપાદન કરે
लिंग देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः। न मुच्यते भवात्तरस्मात्ते ये लिंगकृताग्रहाः।।८७।।
લિંગ દેહાશ્રિત છે, અને દેહમાં આત્મબુદ્ધિ તે જ સંસાર છે. તેથી જેઓ દેહાદિ લિંગમાં કે રાગાદિમાં મમત્વબુદ્ધિ કરે છે તેઓ સંસારથી છૂટતા નથી.
સમયસારમાં આચાર્યદેવ કહે છે કે આત્માને દેહ જ નથી, તો પછી દેહ કે દેહાશ્રિત ભાવો મોક્ષનું કારણ કેમ હોય ? પંચ મહાવ્રતાદિ મુનિલિંગને કે અણુવ્રતાદિના શુભરાગરૂપ ગૃહસ્થીલિંગને આત્માનું સ્વરૂપ માનીને અજ્ઞાની તેને મોક્ષમાર્ગ માને છે, પણ તે લિંગ મોક્ષમાર્ગ નથી; કારણ કે અહંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને (મહાવ્રતના વિકલ્પને) છોડીને દર્શન-જ્ઞાન-ચરિત્રને જ સેવે છે. ભગવાને તો શુદ્ધજ્ઞાનની ઉપાસના વડ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ સેવ્યો ને એવો જ મોક્ષમાર્ગ ઉપદેશ્યો. દ્રવ્યલિંગ તો શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે, તેથી તે મોક્ષમાર્ગ નથી; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તે આત્માશ્રિત છે. માટે હે ભવ્ય !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com