________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૩૧૩ મુનિદશામાં જે વ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તેટલી પણ અસમાધિ છે, સમકિતીને જે અવ્રતોનો વિકલ્પ ઊઠે તેમાં વિશેષ અસમાધિ છે; અને મિથ્યાષ્ટિને તો ઘોર અસમાધિ છે. જેટલી અસમાધિ છે તેટલું દુ:ખ છે. કેવળી ભગવંતોને પરિપૂર્ણ અનંતસુખ છે; ત્યાર પછી બારમા વગેરે ગુણસ્થાને તેનાથી ઓછું સુખ છે. મુનિઓને જેટલો સંજ્વલન કષાય છે તેટલું પણ દુઃખ છે, ને જેટલી જ્ઞાનપરાયણતા છે તેટલું સુખ છે.
સમકિતીને ચોથા ગુણસ્થાને અવ્રત સંબંધી વિકલ્પો હોવા છતાં, તે શ્રદ્ધાઅપેક્ષાએ તો જ્ઞાનપરાયણ જ છે, વિકલ્પપરાયણ નથી, -વિકલ્પથી લાભ માનતો નથી.
પહેલા અવ્રતનો ત્યાગ કરીને વ્રતી થવાનું કહ્યું, ત્યાં કોઈ એમ માને કે આપણને સમ્યગ્દર્શન ભલે ન હો, પણ પહેલાં અવ્રત છોડીને વ્રત લઈ લેવાં, પછી સમ્યગ્દર્શન થવું હશે તો થશે!-તો એમ માનનાર મિથ્યાદષ્ટિને જૈનશાસનની પરિપાટીની ખબર નથી. સમ્યગ્દર્શન વગર કદી વ્રત હોય જ નહિ ને અવ્રત છૂટે જ નહિ. પહેલાં મિથ્યાત્વ છૂટે પછી જ અવ્રત છૂટે ને પછી જ વ્રત છૂટે. મિથ્યાત્વ જ જેને છૂટયું નથી તેને અવ્રતાદિનો ત્યાગ થઈ શકે જ નહિ. જેને સમ્યગ્દર્શન જ નથી તે તો બહિરાત્મા છે. અહીં તો તે બહિરાત્મપણું છોડીને જે અંતરાત્મા થયા છે, સમ્યગ્દષ્ટિ થયા છે, તે અંતરાત્મામાંથી પરમાત્મા થવાની આ વાત છે. અંતરાત્મા થયા પછી જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન થવાથી જ પરમાત્મદશા થાય છે. પહેલાં જ જેણે મિથ્યાત્વ તો છોડયું છે ને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન કર્યું છે એવા સમકિતી પહેલાં અવ્રતને છોડીને અને પછી વ્રતને પણ છોડીને, પોતાના ચિદાનંદસ્વરૂપમાં નિર્વિકલ્પપણે લીન થઈને કેવળજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા થાય છે ને સિદ્ધપદ પામે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com