________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨: આત્મભાવના ગૂંચવાયા કરે ત્યાં સુધી પરમસુખમય ઇષ્ટપદની પ્રાપ્તિ જીવને થતી નથી; જ્યારે અંતરના સંકલ્પ-વિકલ્પની સમસ્ત જાળ છોડીને પોતે પોતાના ચૈતન્યચમત્કારરૂપ વિજ્ઞાનઘન આત્મામાં લીન થાય છે ત્યારે જ અનંતસુખમય પરમપદની પ્રાપ્તિ થાય છે. આપણા
જ્ઞાનપરાયણ જીવ પરમાત્મા થાય છે
ચૈતન્યસ્વરૂપ આત્માનું જેને ભાન છે અને સમસ્ત સંકલ્પવિકલ્પોની જાળનો નાશ કરવા માટે જે ઉધમી છે એવો જ્ઞાનપરાયણ જીવ કયા ક્રમથી પરમાત્મા થાય છે તે બતાવે છે
अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः। परात्मज्ञानसंपन्न: स्वयमेव परो भवेत्।।८६।।
અવતી વ્રતને ગ્રહણ કરીને અવ્રતસંબંધી વિકલ્પોનો નાશ કરે, અને પછી જ્ઞાનપરાયણ થઈને એટલે જ્ઞાનમાં લીન થઈને વ્રતસંબંધી વિકલ્પોનો પણ નાશ કરે. આ રીતે જ્ઞાનભાવનામાં લીનતા વડ તે જીવ સ્વયં પરાત્મજ્ઞાનસંપન્ન-ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન સંપન્ન એટલે કે કેવળજ્ઞાનસંપન્ન પરમાત્મા થાય છે.
સૌથી પહેલાં સમ્યગ્દર્શન તો થયું છે ત્યાર પછીની આ વાત છે. જેને સમ્યગ્દર્શન નથી તેને તો અવ્રતનો ત્યાગ હોતો નથી, તેને તો અંશમાત્ર સમાધિ હોતી નથી.
હું વિકલ્પોથી પાર જ્ઞાનાનંદસ્વરૂપ છું-એવું જેને સમ્યકક્ષાન નથી, તે શેમાં એકાગ્ર થઈને સંકલ્પ-વિકલ્પોને છોડશે ? ચૈતન્યસ્વરૂપમાં જેટલી એકાગ્રતા થાય તેટલી જ સમાધિ થાય છે. જુઓ, કેવળી ભગવાનને પરિપૂર્ણ અનંતસુખરૂપ સમાધિ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com