________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
આત્મભાવનાઃ ૩૧૧
આત્માનું સ્વરૂપ નથી, તે તો દુ:ખનું મૂળ છે. ચૈતન્યસ્વરૂપથી બહાર નીકળીને, બાહ્યવિષયોના જે કાંઈ સંકલ્પ-વિકલ્પ થાય તે બધા હિતકર નથી પણ દુ:ખકર છે. તે સંકલ્પ-વિકલ્પનો નાશ કરીને ચૈતન્યસ્વરૂપમાં લીનતા કરવાથી જ ઇષ્ટ એવું પરમપદ પ્રાપ્ત થાય છે-એમ ભગવાને કહ્યું છે. અવ્રત કે વ્રતની વૃત્તિ ઊઠે તે ઇષ્ટ નથી. તેમ જ તેનાથી ઇષ્ટપદની પ્રાપ્તિ થતી નથી, નિર્વિકલ્પ આનંદનું વેદન થાય તે જ આત્માને ઇષ્ટ છે, તેનાથી પરમાત્મા થવાય છે.
આ ભગવાન આત્મા ઇન્દ્રિયોથી પાર અતીન્દ્રિય છે, વિકલ્પોથી પાર નિર્વિકલ્પસ્વરૂપ છે, ચિદાનંદમય છે; આવા નિજ આત્માને ભૂલીને બાહ્ય વિષયો તરફના ઝૂકાવથી જે સંકલ્પ-વિકલ્પ થાય તેમાં જ અજ્ઞાની ફસાઈ રહે છે; પરંતુ અહીં તો તે ઉપરાંત એમ કહે છે કે ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન થયા પછી પણ અસ્થિરતાથી જે વ્રતાદિના વિકલ્પ ઊઠે છે તે પણ આકુળતારૂપ છેબંધનું કારણ છે, દુ:ખનું કારણ છે. ભલે સીધી રીતે બાહ્ય વિષયોમાં પ્રવર્તતો ન હોય, પણ જો અંદર સંકલ્પ-વિકલ્પના ગણગણાટ થતા હોય તો તે પણ દુઃખરૂપ છે. સંકલ્પ-વિકલ્પ સર્વથા છૂટયા પહેલાં પણ આ વાતનો નિર્ણય કરવો જોઈએ. અહો! મને શાંતિ અને આનંદ તો મારા આત્માના અનુભવમાં જ છે, સંકલ્પ-વિકલ્પ ઊઠે તેમાં મારી શાંતિ નથી. સાધકદશામાં વ્રત-તપના વિકલ્પ તો આવે, પણ તે છોડીને સ્વરૂપમાં ઠરીશ ત્યારે જ મને મારા પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે-એમ જે નિર્ણય નથી કરતો અને તે વિકલ્પથી લાભ માને છે તે તો અજ્ઞાની છે; ઇષ્ટપદ શું છે તેની પણ તેને ખબર નથી, તેણે તો રાગને જ ઇષ્ટ માન્યો છે. જ્ઞાની તો પોતાના ચૈતન્યપદને જ ઇષ્ટ સમજે છે, ને અવ્રત તેમજ વ્રત બન્ને છોડીને ચિદાનંદસ્વરૂપમાં લીનતાથી તે ૫૨મ ઇષ્ટપદને પામે છે. જ્યાં સુધી સંકલ્પ-વિકલ્પની જાળમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com