________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦: આત્મભાવના
સંતો કહે છે કે ‘નિર્વિકલ્પરસ પીજીયે '......એટલે પોતાના ચિદાનંદમય ૫૨મ અતીન્દ્રિય સ્વરૂપનું નિર્વિકલ્પ વેદન કરવું તે જ આનંદ છે, અને તે સ્વરૂપથી બહાર નીકળીને જેટલા સંકલ્પોવિકલ્પો છે તે દુ:ખનું કારણ છે. અંતર્મુખ થઈને જે નિર્વિકલ્પ થાય છે તે જ ૫૨મપદને પામે છે. જે જીવ ચૈતન્યસ્વરૂપને ચૂકીને સંકલ્પ વિકલ્પને અપનાવે છે તે પરમપદને પામતો નથી.
સંકલ્પ વિકલ્પરૂપ જેટલા રાગ છે તે બધાય સંસા૨દુઃખનું જ કારણ છે. તે રાગથી આત્માને લાભ માનવો તે તો ઝેરની છરી લઈને પોતાના પેટમાં ભોંકીને તેનાથી લાભ માનવા જેવું છે. આત્માનો ચિદાનંદ સ્વભાવ આનંદનું મૂળ છે, ને તે સ્વભાવમાંથી બહાર નીકળીને જે કોઈ શુભ-અશુભવૃત્તિ ઊઠે છે તે બધી આકુળતાજનક છે, સંસા૨દુઃખનું જ કારણ છે. તેને છોડીને ચિદાનંદતત્ત્વમાં ઠરવાથી જ ૫૨મઆનંદનો અનુભવ થાય છે.
અહો ! કેવો સુંદર માર્ગ છે!! પરમ વીતરાગી શાંતિનો માર્ગ છે; અરે ! સર્વજ્ઞના આવા વીતરાગી શાંતમાર્ગને અજ્ઞાનીઓ વિપરીતરૂપે માની રહ્યા છે. જ્ઞાની-ધર્માત્મા જાણે છે કે અહો ! ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈને ૫૨મ વીતરાગી આનંદનું વેદન કરવું તે જ એક અમને ૫રમ ઇષ્ટ છે, તે જ અમને વહાલું છે, તે જ અમારું પ્રિય પદ છે, તે જ સુંદર છે; એના સિવાય રાગની વૃત્તિ ઊઠે તે દુઃખદાયક છે, તે અમને ઇષ્ટ નથી, તે અમને પ્રિય નથી, તે સુંદર નથી, તે અમને વહાલી નથી. અમે તે રાગની વૃત્તિ છોડીને ચૈતન્યમાં જ લીન રહેવા માંગીએ છીએ.
આ આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે ને પોતે સ્વયં આનંદસ્વરૂપ છે; સંકલ્પ-વિકલ્પોની જાળ ઊઠે તે આકુળતા છે, તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com