________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪: આત્મભાવના પણ કહે છે કે હે દેવી! મારો અપરાધ ક્ષમા કરોને રાજમાં પાછા પધારો....પણ સીતાજી તો આ પ્રસંગથી વૈરાગ્ય પામીને દીક્ષા લેવા તૈયાર થાય છે ને રાજમાં આવવાની ના પાડે છે. ત્યારે લક્ષ્મણ રડ છે, લવ-કુશ રડે છે.રામ કહે છે કે હે દેવી! આ લક્ષ્મણ ખાતર. ને આ લવ-કુશ જેવા પુત્રો ખાતર તમે રાજમાં પાછા આવો. સીતાજી કહે છે કે આ સંસારથી હવે બસ થઈ ! સંસારના રંગ અમે જોઈ લીધા...હવે તો અજિંકા થઈને આત્માનું હિત સાધશું....અમે અમારા અંતરંગ ચૈતન્યતત્ત્વને જ આરાધશું, અમે અમારા ચૈતન્યને ઊજાળવા આ સંસારનો ત્યાગ કરીએ છીએ, હવે અમે સ્વરૂપમાં ઠરશું, હવે બીજું કાંઈ અમારે જોઈતું નથી. પરભાવોને અમે અમારા સ્વરૂપથી બાહ્ય જાણ્યા હતા, તે પરભાવોને છોડવાનો ને ચૈતન્યના આનંદમાં ઠરવાનો હવે અમે ઉદ્યમ કરશું.-આમ કહીને મહા વૈરાગ્યપૂર્વક માથાના સુંવાળા રેશમ જેવા વાળ ઊખેડીને પૃથ્વી પર નાખે છે અને એ દશ્ય દેખતાં રામ મૂર્છાથી બેભાન થઈ જાય છે.
સીતાજી જ્યારે દીક્ષા લે છે ત્યારે લોકો રડે છે, રામલક્ષ્મણ રડે છે, લવ-કુશ રડે છે, પ્રજાજનો રડે છે; બધાય સીતાને ઘણા વિનવે છે, પણ સીતાજી કહે છે કે અરે, આ સંસારથી હવે બસ થાવ...બસ થાવ....અમારા અંતરંગતત્ત્વ સિવાય બીજું કોઈ બાહ્યતત્ત્વ અમને શરણરૂપ નથી. રાગાદિ પરભાવો અમારા સ્વરૂપથી બાહ્ય છે, તે કોઈ અમને શરણરૂપ નથી. હવે અમે અમારા અંતરંગ ચૈતન્યસ્વરૂપમાં ઠરીને રાગાદિ પરભાવોને છોડવાનો અભ્યાસ કરશું.
જુઓ, આ એક જ માર્ગ છે. પુરુષ હો કે સ્ત્રી હો, રોગી હો કે નિરોગી હો, રાજા હો કે રંક હો, સ્વર્ગમાં હો કે નરકમાં હો, વૃદ્ધ હો કે બાળક હો, –બધાયને માટે હિતનો આ એક જ માર્ગ છે કેશુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માને જ અંતરંગમાં દેખવો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com