________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૯૩ રાગાદિને બાહ્ય તત્ત્વપણે જ દેખે છે, ને તે રાગાદિથી ભિન્ન ચૈતન્યતત્ત્વને જ અંતરંગ તત્ત્વપણે દેખે છે.
જાઓ, સીતાજી ધર્માત્મા હતા, તેમને આવું ભાન હતું. રામચંદ્રજી પ્રત્યેના રાગને તે પોતાના આત્મસ્વભાવથી બાહ્યપણે જાણતા હતા, ને ચૈતન્યતત્ત્વને તે રાગથી ભિન્ન અંતરંગ તત્ત્વપણે જાણતા હતા.
રામચંદ્રજીએ તેમને વનમાં મોકલ્યા હતા અને પાછા ફર્યા ત્યારે તેમની અગ્નિપરીક્ષા કરે છે. રામચંદ્રજીના હૃદયમાં તો વિશ્વાસ હતો કે સીતાજી મહાપતિવ્રતા સતી છે......પણ લોકોનો અપવાદ ટાળવા ખાતર અગ્નિપરીક્ષા કરી. મોટો અગ્નિકુંડ કરાવ્યો, તેમાં ભળભળ કરતો અગ્નિ સળગતો હતા. સીતાજી અગ્નિ પાસે ઊભા ઊભા મહાવૈરાગ્યથી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતા હતા..લોકો ચિંતાથી ભયભીત થઈ ગયા કે અરે! આ અગ્નિ સીતાના દેહને ભસ્મ કરી નાંખશે કે શું? સીતાજી તો અત્યંત વૈરાગ્યપૂર્વક સિદ્ધભગવાન વગેરે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને અગ્નિમાં કૂદી પડયા. લોકોમાં તો હાહાકાર અને કોલાહલ થઈ ગયો...
-પણ એ ભગવતી મહા સતીના પુણ્યનો એવો યોગ કે કુદરતે એ જ વખતે ઉપરથી દેવોનાં વિમાનો સકલભૂષણ મુનિરાજના કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા જતા હતા.તેમણે ધર્માત્મા ઉપર સંકટ દેખીને તરત મૂસળધાર વરસાદ વરસાવીને અગ્નિ ઓલવી નાંખ્યો. ચારેકોર પાણી..પાણી ને પાણી! પાણી વચ્ચે સિંહાસન-કમળ ઉપર સીતાજી બિરાજે છે....લોકોને ગળા સુધી પાણી આવી ગયું...અને ડૂબવા લાગ્યા, એટલે, “હે માતા ! બચાવો....બચાવો” એવો પોકાર કરવા લાગ્યા. પછી તો ઉપસર્ગનું નિવારણ કરીને દેવો સીતાજીની પ્રશંસા કરે છે. બધા લોકો ક્ષમા માંગે છે–હે માતા ! અમારા અપરાધ ક્ષમા કરો....રામચંદ્રજી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com