________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨: આત્મભાવના જડ શરીરને પોતાથી ભિન્ન બાહ્યપણે જ દેખે છે, ને આત્માને જ અંતરમાં દેખે છે; તેમ રાગાદિ વ્યવહારને અને આત્માના શુદ્ધસ્વભાવરૂપ નિશ્ચયને એ બન્નેને જાણવા છતાં ધર્માત્મા રાગાદિ વ્યવહારને તો પોતાથી બાહ્યપણે દેખે છે, ને શુદ્ધસ્વભાવને જ પોતાના અંતતત્ત્વપણે દેખે છે. રાગ તે બાહ્યતત્ત્વ હોવા છતાં તેને અંતરના સ્વભાવ સાથે એકપણે જે દેખે છે તે મિથ્યાદષ્ટિ છે. માટે આચાર્યદવ કહે છે કે આત્માને તો અંતરંગપણે દેખવો ને રાગાદિને બહિરંગપણે દેખવા.-આવા ભેદવિજ્ઞાનના અભ્યાસ દ્વારા જીવ અશ્રુત થાય છે એટલે કે અવિનાશી મોક્ષપદને પામે છે.
ભાઈ ! પહેલાં આ વાતને તારા જ્ઞાનમાં રુચવ,-કે અંતર્મુખ થવું તેમાં જ મારું હિત છે, ને રાગાદિમાં મારું હિત નથી. રુચિનું વલણ બદલવું તે જ મૂળવસ્તુ છે. રાગાદિ વ્યવહારની મદદ વડે કોઈ જીવ કદી મુક્તિ પામતો નથી, જ્ઞાનાનંદ સ્વભાવની દૃષ્ટિથી જ મુક્તિ પામે છે.
અહો, આ પંચમકાળના મુનિઓએ પણ ધર્મની ધારાને ખંડિત થવા દીધી નથી, સર્વજ્ઞ કેવળીભગવંતોના ભાવોને એવા ને એવા ટકાવી રાખ્યા છે. મુનિઓ ધર્મના થાંભલા છે, તેમણે મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે; પોતે સ્વભાવની ને રાગની ભિન્નતા અનુભવીને જગતને પણ તેવી ભિન્નતા દેખાડી છે.
સ્વભાવને અને રાગને પહેલાં ભિન્ન જાણીને, સ્વભાવમાં એકાગ્રતા વડે રાગથી ભિન્ન થતો જાય છે તે જ મોક્ષમાર્ગ છે. પહેલાં તો જીવની દેખવામાં જ ભૂલ છે, રાગાદિ ખરેખર પોતાના સ્વભાવથી બાહ્ય હોવા છતાં તેને તે અંતરંગ તરીકે દેખે છે, તેનાથી લાભ માને છે, એટલે તે રાગથી છૂટો પડતો નથી,-મુક્તિ પામતો નથી. રાગથી ભિન્નતા જાણે તો તેનાથી છૂટો પડે. ધર્મી ગૃહસ્થપણામાં હોય ને રાગાદિ થતા હોય છતાં તે વખતે તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com