________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૯૧ એમ હવે કહે છે:
आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः। तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत्।।७९।।
આત્માને અંતરમાં દેખીને, તથા દેહાદિકને પોતાથી બાહ્ય દેખીને,-એ રીતે બન્નેના ભેદવિજ્ઞાનદ્વારા અભ્યાસ કરવાથી જીવ અશ્રુત થાય છે એટલે કે સિદ્ધપદને પામે છે. અહીં દેહાદિક કહેતાં રાગ વગેરે પણ તેમાં આવી જાય છે, તે રાગાદિને પણ આત્માના સ્વભાવથી બાહ્ય દેખવા.
જુઓ, ભગવાન પૂજ્યપાદસ્વામી સ્પષ્ટ કહે છે કે નિશ્ચયનો આદર અને વ્યવહાર પ્રત્યે ઉદાસીનતા તે મુક્તિનું કારણ છે. જ્ઞાની નિશ્ચય અને વ્યવહાર બન્નેને જાણે છે ખરા, પણ બન્નેને જાણીને નિશ્ચયમાં (એટલે કે શુદ્ધ આત્મામાં) તે તત્પર થાય છે ને વ્યવહારમાં (રાગાદિમાં ) તે તત્પર થતા નથી પણ તેને હેય સમજે છે. અને તેથી તે મુક્તિ પામે છે. પરંતુ જે જીવ વ્યવહારમાં તત્પર થાય છે તે તો મિથ્યાષ્ટિપણે સંસારમાં જ રખડે છે.
પ્રશ્ન- વ્યવહારમાં તત્પર ન થવું-એ સાચું, પણ વ્યવહાર કરતાં-કરતાં નિશ્ચય પમાશે ને?
ઉત્તર:- અરે ભાઈ, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પમાશે એવી જેની માન્યતા છે તે જીવ વ્યવહારમાં જ તત્પર છે. કેમકે જેને લાભનું કારણ માને તેમાં તત્પર થયા વિના રહે જ નહીં.
જે નિશ્ચયને આદરે અને વ્યવહારનો આદર ન કરે તેણે જ નિશ્ચય-વ્યવહાર બન્નેને યથાર્થ જાણ્યા છે. પણ જે વ્યવહારને આદરવા જેવો માને છે તેણે તો નિશ્ચય-વ્યવહારને જાણ્યા જ નથી. જેમ શરીર અને આત્મા બન્નેને જાણવાં છતાં ધર્માત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com