________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦: આત્મભાવના
હારમાં ઉદાસીન રહે છે-તેમાં આદરબુદ્ધિ કરતો નથી. તે રાગમાં ધર્મ માનીને તેમાં આત્માને ફસાવતો નથી, પણ આત્માના ચિદાનંદ સ્વભાવનો જ આદર કરીને તેમાં જ પરિણતિને જોડે છે. આ રીતે વ્યવહા૨થી ઉદાસીન થઈને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં તત્પર થવું-તેની સન્મુખ થવું તે મોક્ષનો ઉપાય છે. ચૈતન્ય સ્વભાવમાં તત્પરતા તે સમાધિ છે, ને ચૈતન્યને ચૂકીને રાગાદિ વ્યવહારમાં તત્પરતા તે અસમાધિ છે.
અહો, પહેલાં આ વાતનો નિર્ણય કરવો જોઈએ કે મને મારા ચિદાનંદ સ્વભાવનું જ શરણ છે, રાગનું શરણ નથી, ચૈતન્યસ્વભાવના જ શ૨ણે સમ્યગ્દર્શન થાય છે.-આવો નિર્ણય કરીને ચૈતન્યસન્મુખ થવાથી સમાધિ થાય છે. સમ્યગ્દર્શન તે પણ સમાધિ છે. અને જેને આવો નિર્ણય નથી તે મિથ્યાદષ્ટિ જીવ દ્રવ્યલિંગી મુનિ થઈને નવમી ત્રૈવેયક સુધી જાય તોપણ તેને અસમાધિ જ છે. સમાધિ કહો કે મોક્ષનો ઉપાય કહો, તે આત્માના ચૈતન્યસ્વભાવના આશ્રયે જ થાય છે. માટે રાગાદિ વ્યવહા૨નો આદર છોડીને, શુદ્ધજ્ઞાયકસ્વભાવનો જ આદર કરવોએવો સંતોનો ઉપદેશ છે.
*
ભેદજ્ઞાનના અભ્યાસવડે સિદ્ધપદની પ્રાપ્તિ
*
હું શુદ્ધજ્ઞાન ને આનંદસ્વરૂપ છું, રાગાદિ વ્યવહા૨ તે મારાથી બાહ્ય છે એવું અંતરનું ભેદજ્ઞાન કરીને જે જીવ આત્મસ્વરૂપમાં જાગૃત છે–તેમાં જ સાવધાન છે તે મુક્તિ પામે છે
Please inform us of any errors on rajesh @AtmaDharma.com