________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬: આત્મભાવના આહારદાનની ક્રિયા નહોતી થઈ, પણ તેને તેના અનુમોદનની ભાવના કરી, તો તે ભાવનાનું ફળ આવ્યું. તે તો શુભભાવની વાત છે. એ પ્રમાણે જેને ચિદાનંદસ્વરૂપ આત્મામાં જ આત્મભાવના છે તે મુક્તિ પામે છે, ને જેને રાગની તથા દેહાદિની ભાવના છે, તેમાં જ આત્મબુદ્ધિ છે તે જીવ દેહને ધારણ કરીને જન્મ-મરણ કરે છે. આ રીતે જે જીવ શુદ્ધાત્માને જાણીને તેની ભાવના ભાવે છે તે શુદ્ધાત્મદશાને પામે છે, અને જે અશુદ્ધઆત્માને (રાગાદિને તથા દેહાદિને) ભાવે છે તે અશુદ્ધ આત્માને જ પામે છે એટલે કે મિથ્યાષ્ટિપણે ભવભ્રમણમાં રખડે છે. આ રીતે પોતાની ભાવના-અનુસાર ભવ કે મોક્ષ થાય છે. પણ ભાવના શ્રદ્ધા-અનુસાર હોય છે. શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપ આત્મા હું છું-એવી જેને શુદ્ધાત્માની શ્રદ્ધા છે તે જીવ તેની જ ભાવનાથી મુક્તિ પામે છે; અને “દેહ તે જ હું-રાગાદિ તે હું' એવી જેની મિથ્યાશ્રદ્ધા છે તે જીવ તે રાગાદિની જ ભાવનાથી ભવમાં રખડે છે. જેને શુદ્ધઆત્માની ભાવના નથી તેને દેહની જ ભાવના છે, દેહને ધારણ કરવાનાં કારણોને જ તે સેવી રહ્યો છે, તેથી તે દેહને જ ધારણ કરે છે. જ્ઞાની તો શુદ્ધ આત્માને જ પોતાનો જાણીને, શુદ્ધાત્માનું જ સેવન કરીને મુક્તિ પામે છે.
આ રીતે જીવની ભાવના જ ભવ-મોક્ષનું કારણ છે, એ સિવાય કર્મ કે ગુરુ તે કોઈ ખરેખર ભવ-મોક્ષનાં કારણ નથી, આમ જાણીને દેહાદિથી ભિન્ન પોતાના શુદ્ધસ્વરૂપની ભાવના મુમુક્ષુએ કરવી. એવી આત્મભાવના વડે વિદેહીદશા થાય છે. (૭૪)
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com