________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૭૫ પણ તેનો વિરોધ કરે છે, રાગથી ને શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ ઊંધી માન્યતાને પોષે છે એવા જીવો તો તત્ત્વનો વિરોધ કરીને ભવભ્રમણમાં જ રખડે છે.
જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જાણીને તેની ભાવના (– શ્રદ્ધા-જ્ઞાન-એકાગ્રતા ) તે મોક્ષનું કારણ છે “ ભાવના ભવનાશિની” -કઈ ભાવના? કે દેહ હું નહિ, મન-વાણી હું નહિ, રાગાદિથી પણ પાર હું તો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું–આવી આત્મભાવના તે ભવનો નાશ કરનારી છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.....” જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા જેવો છે તેવો જાણ્યા વગર તેની સાચી ભાવના હોય નહિ. જે દેહની ક્રિયાઓને પોતાની માને-રાગને જ આત્માનું સ્વરૂપ માને તે તો દેહને અને રાગને જ આત્મા માનીને તે દેહાદિની જ ભાવના કરે છે; “દેહ તે જ હું” એવા અભિપ્રાયને લીધે તે ફરી ફરીને દેહને જ ધારણ કરે છે. જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને દેહાદિથી ભિન્ન દેખે છે, ને તે નિજ આત્મસ્વરૂપની જ ભાવના ભાવે છે, તે આત્મભાવના વડે મુક્તિ પામે છે. આ રીતે ભાવનાઅનુસાર ભવ-મોક્ષ થાય છે.
જગતના બીજા જીવો પોતાની ભાવના સ્વીકારે કે ન સ્વીકારે પણ પોતાની ભાવનાનું ફળ પોતાને આવે છે. શરીરની ક્રિયા સાથે તેનો સંબંધ નથી. જુઓ, રામચંદ્રજી વનવાસ વખતે જ્યારે ગુપ્તિસુગુપ્તિ મુનિવરોને આહારદાન કરે છે ત્યારે ત્યાં ઝાડ ઉપર બેઠેલા જટાયુ પક્ષીને પણ ભાવના જાગે છે, મુનિ પ્રત્યે ભક્તિ જાગે છે, જાતિસ્મરણ જ્ઞાન થાય છે, ને મુનિવરોના ચરણોદકમાં પડે છે ત્યાં તેનું શરીર પણ સુંદર સોના જેવું થઈ જાય છે....પછી તો તે વ્રતધારી શ્રાવક થાય છે... ને સ્વર્ગમાં જાય છે. અહીં તો એમ બતાવવું છે કે કાંઈ તે પક્ષીના શરીરથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com