________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮ : આત્મભાવના
ને તેમાં સુખ માને છે. જીઓ, મરણનાં છેલ્લા ટાણાં આવે, અંદર મૂંઝવણથી દુ:ખી થતો હોય, બહાર લક્ષ્મીના ઢગલા પડયા હોય ને સ્ત્રી-પુત્ર વગેરે ટગટગ જોતાં ઊભાં હોય, ત્યાં એમ પ્રાર્થના કરે કે હું લક્ષ્મીના ઢગલાઓ! કે સ્ત્રીઓ! પુત્રો! તમે મને શરણ આપો.-તો શું તે કોઈ જીવને શરણું આપશે ? શું તે દુઃખ મટાડી દેશે ?-નહિ; કેમકે આ શરીર પણ જીવને શરણરૂપ નથી તો પછી તદ્દન જુદા એવા બીજા સંયોગોમાં શરણ કેવું? ભાઈ! તને શરણરૂપ તો તારો આત્મા છે. અશરીરી-અરૂપી ચૈતન્યમૂર્તિ આત્મા જ તારું સ્વ છે, તે જ તારી ખરી લક્ષ્મી છે, એના સિવાય જગતમાં કોઈ બીજું તને શરણરૂપ નથી. અજ્ઞાની ભ્રમથી મંદકષાયમાં શાંતિ માની લ્યે છે, પણ તેમાં કાંઈ સાચી શાંતિ કે આનંદ નથી. હું જેટલો મારા સ્વરૂપમાં અંતર્મુખ રહું તેટલી મને શાંતિ છે, ને બહારમાં વલણ જાય તેટલી આકુળતા છે. આવો નિર્ણય તો જ્ઞાનીએ કર્યો છે, અને તે ઉપરાંત બાહ્ય સંસર્ગ છોડીને ચૈતન્યસ્વરૂપમાં વિશેષપણે એકાગ્ર થવાની ભાવના ભાવે છે. લોકસંસર્ગથી મન ચંચળ થાય છે માટે ચૈતન્યમાં સ્થિર થવા માટે લૌકિક સંસર્ગનો પરિત્યાગ કરવો-એમ ઉપદેશ છે. ચૈતન્યસ્વરૂપ તરફ ઝૂકતાં બાહ્ય સંસર્ગ પ્રત્યે વલણ જ જતું નથી; માટે કહે છે કે હે યોગી! આત્માના આનંદમાં એકાગ્ર થવા માટે તું બાહ્ય સંસર્ગને છોડ ને ચૈતન્યસ્વભાવમાં જ નિવાસ કર.
અસંગી થઈને, વિકલ્પનોય જેમાં સંસર્ગ નથી એવા અંતરના તત્ત્વને જે સાધવા માંગે છે તેને બહારનો સંગ ગમે જ નહિ. લૌકિક પ્રસંગોના જ પરિચયમાં રહ્યા કરે તો અસંગસ્વભાવ તરફ પરિણામ ક્યાંથી વળશે ? કાંઈ પ૨વસ્તુ આના પરિણામને બગાડતી નથી પણ પર તરફના સંગનો પ્રેમ તે અંતરની એકાગ્રતાને રોકે છે. માટે એવો ઉપદેશ છે કે મુમુક્ષુએ લૌકિકજનોના પરિચયના પ્રસંગમાં બહુ ન આવવું. શ્રીમદ્દાજચંદ્ર પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com