________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ર૬૯ કહે છે કે લોકસંજ્ઞાવડે લોકાગ્ર જવાતું નથી; એટલે કે લોકપરિચયનાં પરિણામ રહ્યા કરે ને આત્માનો મોક્ષ પણ સધાય એમ બનતું નથી. ભલે નિમિત્ત પરિણામને બગાડતું નથી, પણ તારું વલણ શુદ્ધઆત્મામાંથી ખસીને નિમિત્તના સંગ તરફ કેમ ગયું? ઉપદેશમાં તો નિમિત્તથી કથન આવે કે તું પરસંગ છોડ;
જ્યાં શોરબકોર ચાલતો હોય, વિષયકષાયોની વાતો થતી હોય એવા પ્રસંગનો સંગ તું છોડ એટલે આનંદમય ચૈતન્યમાં તારું ચિત્ત જોડ; બહારના સંગમાંથી લક્ષ હુઠાવીને એકાન્તમાં અંદર ઊતરીને આત્માનું ધ્યાન કર. મુમુક્ષુએ એકાન્તમાં રહીને આત્મા સાધવો. આત્માની સાધના અંદર સમાય છે; એ કાંઈ બીજાને દેખાડવા માટે નથી. બાહ્યદષ્ટિ લોકો તેને દેખી શકતા નથી. અંદરના સૂક્ષ્મ સંકલ્પ-વિકલ્પો પણ સ્વરૂપની સ્થિરતાના બાધક છે, તો પછી બહારના સંગનો પ્રેમ તે તો બાધક છે જ. એથી કરીને બહારના લક્ષવાળાને મિથ્યાત્વ છે-એમ નથી, પણ બહારનું લક્ષ અંતરમાં સ્થિરતા થવા દેતું નથી એટલે અંતિમ ધ્યેયરૂપ જે મોક્ષ તેને તે રોકે છે. માટે હું ભવ્ય ! આત્માને સાધવા તું બહારનું લક્ષ છોડીને અસંગપણે અંતરની ચૈતન્ય-ગુફામાં જાને તેનું ધ્યાન કર. (૭૨)
* * * * * *
લોકસંસર્ગથી ભિન્ન એવો નિજાત્મા જ
જ્ઞાનીનું નિવાસધામ છે
બાહ્ય સંસર્ગથી ચિત્ત ક્ષુબ્ધ થાય છે, માટે બાહ્ય લૌકિકજનોનો સંસર્ગ છોડવા જેવો છે-એમ કહ્યું. ત્યાં કોઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com