________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ર૬૭ શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ જે ઊંડી ઊંડી ગિરિગુફા-તેમાં જઈને શુદ્ધાત્માનું ધ્યાન કર.
ચૈતન્યની ગિરિગુફા જ શરણરૂપ છે. લૌકિકમાં પણ સિંહ વગેરેના ભયથી બચવા ગુફાનું શરણ લ્ય છે. જાઓ, સતી અંજના ઉપર કલંક આવ્યું ને જંગલમાં ગઈ ત્યારે ચાલતાં ચાલતાં થાકી જાય છે, ત્યારે તેની વસંત સખી તેને કહે છે કે હે દેવી! બહારમાં હિંસકપશુઓનો ભય છે માટે નજીકમાં ગુફા છે-તેનું શરણ લે. આમ વિચારી જ્યાં નજીક' ની એક ગુફામાં પ્રવેશ કરે છે ત્યાં તો ધ્યાનમાં બેઠેલા એક મુનિ દીઠા. મુનિને દેખતાં જ અંજનાના આનંદનો પાર ન રહ્યો. અહો ! આવા જંગલમાં મહામુનિનાં દર્શન થયા....જાણે પિતા મળ્યા.....ને જગતનાં દુઃખ ભુલાઈ ગયાં. તેમ સંસારનાં દુઃખથી થાકેલાં જીવને બાહ્યવૃત્તિમાં તો રાગ-દ્વેષ ને કષાયોની આકુળતા છે, ભય છે; જ્ઞાની કહે છે કે હે ભવ્ય ! તું અંતર્મુખ થા. ને તારી ચૈતન્યગુફામાં શરણ લે; એ ચૈતન્યગુફા દૂર નથી પણ નજીક જ છે. પછી જ્યાં ધ્યાન વડે અંતરની ચૈતન્યગુફામાં પ્રવેશ કર્યો ત્યાં તો મહા આનંદરૂપ ચૈતન્યભગવાનનાં દર્શન થયા. અનાદિ સંસારનાં દુઃખ દૂર થઈને પરમ શાંતિરૂપ ચૈતન્ય અનુભૂતિ થઈ.
*
*
*
આ દેહથી જુદો હું કોણ છું? અનાદિકાળથી આ ભવપરિભ્રમણ કેમ થઈ રહ્યું છે? આત્માને શાંતિ કેમ નથી મળતી?એમ જેને જિજ્ઞાસા જાગી હોય એવા જીવને આચાર્યદેવ શાંતિનો ઉપાય બતાવે છે. આત્મા શરીરથી જાદો હોવા છતાં, શરીરને જ પોતાનું માને છે તે ભ્રાંતિ છે, ને તે ભ્રાંતિને લીધે જ અનાદિકાળથી અશરણપણે ભવ-અટવીમાં પરિભ્રમણ કરી રહ્યો છે. લક્ષ્મીના ઢગલા કે સ્ત્રી-આદિ કુટુંબીજન તે કોઈ જીવને ક્ષણમાત્ર પણ શરણભૂત નથી, પણ મૂઢ જીવ તેને શરણરૂપ માને છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com