________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૬૬: આત્મભાવના
અવલોકન કર.
અહો, ઊંડી ઊંડી આ ચૈતન્યનિધિ, તેને પ્રાપ્ત કરીને ધર્માત્મા એકલો એકલો અંતરમાં ગુપ્તપણે તેને ભોગવે છે. ધર્માત્માના અંતરના અનુભવ બહારથી દેખાય નહિ. અરે, જગતના લોકોને દેખાડવાનું શું કામ છે? ધર્માત્માનો અંદરનો અલૌકિક અનુભવ અંદરમાં જ સમાય છે. નિયમસારમાં કહે છે કે-જેમ કોઈ માણસ નિધિને પામીને પોતાના વતનમાં રહી તેનાં ફળને ભોગવે છે તેમ જ્ઞાની ૫૨જનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે. લોકોમાં કોઈને નિધાન મળે તો અત્યંત ગુપ્તપણે રહીને તેને ભોગવે છે જેથી કોઈ લઈ ન જાય. તેમ ગુરુપ્રસાદથી પોતાના સહજ જ્ઞાનનિધાનને પામીને જ્ઞાની, સ્વરૂપના અજાણ એવા ૫૨જનોના સમૂહને ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને છોડે છે. એ રીતે જ્ઞાનની રક્ષા કરે છે ને સ્વઘરમાં ગુપ્તપણે રહીને ઘ્યાનગુફામાં બેઠોબેઠો પોતે એકલો પોતાના આનંદનિધાનને ભોગવે છે.
સમયસારની ૪૯મી ગાથાની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે ‘અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યસ્વરૂપ જે શુદ્ધાત્મા.....તે દુર્લભ છે, તે અપૂર્વ છે ને તે ઉપાદેય છે એમ સમજીને, શુદ્ધાત્માની નિર્વિકલ્પ સમાધિમાં ઉત્પન્ન થતા સુખામૃતરસની અનુભૂતિ સ્વરૂપ.......ઊંડી ગિરિગુફામાં બેસીને તેનું ધ્યાન કરવું.'
[ अनंत ज्ञानदर्शनसुखवीर्यष्टव यः स एव शुद्धात्मा.....दुर्लभः स एवापूर्वः सचैवोपादेय इति मत्वा, निर्विकल्प..... शुद्धात्मसमाधि– संजात सुखामृतरसानुभूतिलक्षणे गिरिगुहागहरे स्थित्वा सर्वतात्पर्येण ધ્યાતવ્ય:।]
બહારથી જંગલમાં જઈને બેસે ને અંદર ચૈતન્યની અનુભૂતિ શું તે ઓળખે પણ નહિ તો બહારની ગિરિગુફામાંથી કાંઈ શાંતિ મલી જાય તેમ નથી. માટે કહે છે કે ભાઈ, તારા અંતરમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com