________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ર૬૫ આત્મસ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા થાય છે. જે લોકસંસર્ગ છોડતો નથી તેને ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા થતી નથી. માટે યોગીજનોસાધક સંતો ચૈતન્યમાં એકાગ્રતા-અર્થે લોકસંસર્ગ છોડ છે; એ વાત ૭૨ મી ગાથામાં કહે છે
जनेभ्यो वाक् ततःस्पन्दो मनसश्चित्तविभ्रमाः। भवन्ति तस्मात्संसर्गं जनैर्योगी ततस्त्यजेत्।।७२।।
લોકોના સંસર્ગ વડે વચનની પ્રવૃત્તિ થાય છે, વચનપ્રવૃત્તિથી મન વ્યગ્ર થાય છે,-ચિત્ત ચલાયમાન-અસ્થિર થાય છે, અને ચિત્તની ચંચળતા થતાં અનેક પ્રકારના વિકલ્પો વડે મન ક્ષુબ્ધ થાય છે; માટે ચૈતન્યસ્વરૂપમાં સંલગ્ન એવા યોગીઓએ લૌકિક જનોનો સંસર્ગ છોડવો જોઈએ. લૌકિક જનોના સંસર્ગ વડે ચિત્તની નિશ્ચલતા થઈ શકતી નથી.
અહીં મુખ્યપણે મુનિને ઉદ્દેશીને કથન છે પણ બધાએ પોતાની ભૂમિકા પ્રમાણે સમજવું. એકાન્તમાં બેસીને આત્માના વિચાર કરવા પણ જે નવરો ન થાય ને ચોવીસે કલાક બહારની પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહે–તો તે આત્માનો અનુભવ કઈ રીતે કરશે? સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પણ બે ઘડી જગતથી જાદો પડી, અંતરમાં એકલા ચિદાનંદ તત્ત્વને લક્ષગત કરી સ્વાનુભવનો પ્રયત્ન કરે, ત્યારે સમ્યગ્દર્શન થાય છે. લોકનો સંગ ને મોટાઈ જેને રુચતાં હોય, અસંગ ચૈતન્યને સાધવામાં તેનાં પરિણામ કઈ રીતે વળશે? ભાઈ, લોકસંજ્ઞાએ આત્મા પમાય તેમ નથી. અને સમ્યગ્દર્શન પછી મુનિને પણ જેટલો લોકસંસર્ગ થાય તેટલી મનની વ્યગ્રતા થાય છે ને કેવળજ્ઞાનને રોકે છે. સ્વભાવ તરફ વળવા માટે ને તેમાં લીન થવા માટે કહે છે કે હે જીવ! લોકોના પરિચયથી મનની વ્યગ્રતા થશે. માટે લોકસંગ છોડીને તારા સ્વરૂપમાં જ તું તત્પર થા. તારો ચૈતન્યલોક તો તારામાં છે, તેનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com