________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪ : આત્મભાવના
ઉત્પન્ન થાય છે તેની અર્હન્તદેવના મતમાં મુક્તિ થશે કે નહિ તે કોણ જાણે ?–એટલે કે યોગપરાયણ એવા મુનિઓને પણ જ્યાંસુધી વિકલ્પ છે ત્યાંસુધી મુક્તિ નથી; નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં ઠરશે ત્યારે જ મુક્તિ થશે. જાઓ, આ અર્હન્તદેવે કહેલો મોક્ષમાર્ગ! વિકલ્પને અર્હન્તદેવે મોક્ષનું સાધન નથી કહ્યું.
અહો ? મુક્તિનું ધામ તો આ ચૈતન્યતત્ત્વ છે, તેમાં એકાગ્ર થયે જ મારી મુક્તિ થવાની છે-આમ નિર્ણય કરે તો અલ્પકાળમાં મુક્તિ થાય. પણ જ્યાં નિર્ણય જ ઊંધો હોય-રાગને ધર્મનું સાધન માનતો હોય-તે રાગમાં એકાગ્રતાથી ખસે શેનો? ને સ્વભાવમાં એકાગ્રતા કરે કયાંથી ? રાગમાં એકાગ્રતાથી તો રાગની ને સંસારની ઉત્પત્તિ થાય, પણ મુક્તિ ન થાય. મુક્તિ ચૈતન્યમાં એકાગ્રતાથી જ થાય છે.
અહીં તો સમ્યગ્દર્શન ઉપરાંત ચૈતન્યમાં લીનતાની વાત છે. સમ્યગ્દર્શન પછી પણ જ્યાંસુધી રાગ-દ્વેષથી ચિત્ત અસ્થિર-ડામાડોળ રહે છે ત્યાંસુધી મુક્તિ થતી નથી; રાગદ્વેષ રહિત થઈને અંતરસ્વરૂપમાં લીન થઈને સ્થિર રહે ત્યારે જ મુક્તિ થાય છે. ભૂમિકાઅનુસાર ભક્તિ વગેરેનો ભાવ ધર્મીને આવે છે, પણ તે મોક્ષનું કારણ નથી. ચૈતન્યસ્વરૂપમાં લીનતા જ મુક્તિનું કારણ છે ( ૭૧ )
લોકસંસર્ગથી ચિત્ત ચંચળ થાય છે, માટે લોકસંગ છોડીને આત્માના એકત્વમાં આવ!
*
લોકસંસર્ગવડે ચિત્તની ચંચળતા રહ્યા કરે છે ને ચૈતન્યમાં સ્થિરતા થતી નથી, માટે લોકસંસર્ગ છોડીને જ અંતરમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com