________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ર૬૩ मुक्तिरेकान्तिकी तस्य चिते यस्याचला धृतिः। तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृप्तिः।। ७१।।
ચૈતન્યસ્વરૂપમાં જે અચલપણે એકાગ્રતા કરે છે તેને જ નિયમથી-એકાંત મુક્તિ થાય છે, ને એ સિવાય વ્યવહારમાં જે એકાગ્રતા કરે છે તેને મુક્તિ થતી જ નથી, આવો અનેકાન્ત છે. આ રીતે શુદ્ધોપયોગથી જ મુક્તિ થાય છે, શુભરાગથી કોઈને કદી મુક્તિ થતી નથી-એ અબાધિત નિયમ છે.
જુઓ, આ મુક્તિનો નિયમ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવડે જરૂર મુક્તિ થાય છે. એ સિવાય પંચ મહાવ્રતાદિનો શુભ રાગ તે કાંઈ મુક્તિનું કારણ નથી. જ્યાં શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ હોય ત્યાં દિગંબરપણું વગેરે પણ જરૂર હોય છે, ને ત્યાં જરૂર મુક્તિ થાય છે. પણ જ્યાં શુદ્ધ રત્નત્રય નથી ત્યાં મુક્તિ થતી જ નથી. આ રીતે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિયમથી એકાંતપણે મોક્ષનું કારણ છે.
પહેલાં તો શરીરાદિથી ભિન્ન ચૈિતન્યસ્વરૂપનું જ્ઞાન કર્યું હોયતેનો દઢ નિર્ણય કર્યો હોય તેને જ તેમાં એકાગ્રતા થઈ શકે. ચૈતન્યરાજાને જાણીને તેની સેવા (શ્રદ્ધા-જ્ઞાન-એકાગ્રતા) કરવાથી જરૂર મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. અહીં તો “એકાંતિકી મુક્તિ” કહીને મોક્ષનો નિયમ બતાવ્યો કે ચૈતન્યસ્વરૂપની અચલ ધારણા જેના ચિત્તમાં છે તે જ જીવ એકાંત મુક્તિ પામે છે; પરંતુ વ્યવહારમાં રાગમાં એકાગ્રતાવાળો જીવ પણ મુક્તિ પામે છે”—એમ અનેકાંત નથી. જેનું ચિત્ત સંદેહવાળું છે, કદાચ રાગાદિથી પણ મુક્તિ થશેએમ જે માને છે, ને રાગથી પાર ચૈતન્યતત્ત્વને અચલપણે શ્રદ્ધાજ્ઞાનમાં ધાર્યું નથી તે મુક્તિ પામતો નથી જ.
નિયમસાર (કળશ ૧૯૪) માં પદ્મપ્રભમુનિરાજ કહે છે કે યોગપરાયણ હોવા છતાં પણ જે જીવને કદાચિત્ ભેદવિકલ્પો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com