________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૨૬૧
આત્મા જેમ જુદાં છે તેમ દેહ ને આત્મા પણ અત્યંત જુદા છે. આવી ભિન્નતાના ભાન વગ૨ જીવને સમાધિ, સમાધાન કે શાંતિ થાય નહિ. સમાધિનું મૂળ ભેદજ્ઞાન છે. સ્વ ૫૨નું ભેદજ્ઞાન કરીને સ્વમાં સ્થિર થતાં સમાધિ થાય છે, તે સમાધિમાં આનંદ છે, શાંતિ છે, વીતરાગતા છે. માટે હે જીવ! તું દેહથી ભિન્ન આત્માને જાણીને તેને જ ભાવ. (૬૯ )
*
*
દેહથી ભિન્ન જ્ઞાનભાવનાનો ઉપદેશ
દેહથી ભિન્ન આત્માને તું તારા ચિત્તમાં સદા ધારણ કર; દેહના વિશેષણોને આત્મામાં ન જોડ.-એમ હવે કહે છે
गौरः स्थूलः कृशो वाऽहम् इत्य गेनाविशेषयन्।
आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।। ७० ।।
ભાઈ, આત્મા તો કેવળજ્ઞાનશરીરી છે; કેવળજ્ઞાન જ એનું શરીર છે; આ જડ શરીર તે કાંઈ આત્માનું નથી. માટે હું ગોરો, હું કાળો, કે હું જાડો, હું પાતળો, અથવા હું મનુષ્ય, હું દેવ-એમ શરીરનાં વિશેષણોને આત્માનાં ન માન. ધોળો-કાળો રંગ, કે જાડુંપાતળું એ વિશેષણ તો જડ-શરીરનાં છે; તે વિશેષણવડે જડ લક્ષિત થાય છે, તે વિશેષણવડે કાંઈ આત્મા લક્ષિત થતો નથી; માટે ધર્મી જીવ તે વિશેષણોથી પોતાના આત્માને વિશેષિત નથી કરતો, તેનાથી જુદો જ, સદાય કેવળજ્ઞાન જેનું શરીર છે એવા પોતાના આત્માને સદાય ધારણ કરે છે, ચિન્તવે છે. શરીરભેદે આત્માના જ્ઞાનસ્વરૂપને તે ભેદતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com