________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬) : આત્મભાવના રહ્યો છે. દેહ સાથે એકક્ષેત્રે રહેવું તે કાંઈ દેહ સાથે એકત્વ બુદ્ધિનું કારણ નથી; જ્ઞાનીને અને કેવળીને પણ દેહુ સાથે એકક્ષેત્રાવળા૫ણું છે, છતાં તેઓ તો ભેદજ્ઞાનવડ પોતાના આત્માને દેહથી અત્યંત ભિન્ન અનુભવે છે. અજ્ઞાનીને પોતાની ભિન્નતાનું ભાન નથી તેથી ભ્રાંતિથી તે દેહને જ આત્મા તરીકે માને છે; દેહની ક્રિયાઓને પોતાની જ ક્રિયા માને છે, તેને સમજાવે છે કે ભાઈ ! તું તો ચૈતન્યબિંબ, અરૂપી વસ્તુ દેહુ તો રૂપી અને જડ; તેની સાથે એક જગ્યાએ રહ્યો તેથી કાંઈ તું તે જડરૂપે થઈ ગયો નથી, તારું સ્વરૂપ તો એનાથી જુદું જ છે. અનંતા દેહુ બદલ્યા છતાં તું એકને એક જ રહ્યો છે. પૂર્વભવના જ્ઞાન વાળા કોઈ જીવો જોવામાં આવે છે, તે દેહથી આત્માની ભિન્નતાને પ્રસિદ્ધ કરે છે. પૂર્વના દેહ વગેરે એકદમ પલટી ગયા, તે દેહુ અત્યારે નથી, છતાં તે દેહમાં રહેનારો હું અત્યારે આ રહ્યો; આમ દેહથી ભિન્ન અસ્તિત્વનું ભાન થઈ શકે છે; જો દેહ તે જ આત્મા હોય તો પૂર્વના દેહનો નાશ થતાં ભેગો આત્માનોય નાશ થઈ ગયો હોત! પણ આત્મા તો આ રહ્યો-એમ દેહથી ભિન્નપણું પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. ' અરે, કયાં ચૈતન્યસ્વરૂપ આનંદથી ભરેલો આત્મા, ને કયાં આ જડ-પુદ્ગલનું ઢીંગલું? એમાં એકત્વબુદ્ધિ ભાઈ, તને નથી શોભતી. જેમ મડદા સાથે જીવતાની સગાઈ ન હોય તેમ મૃતક એવા આ શરીર સાથે જીવંત ચૈતન્યમૂર્તિ જીવની સગાઈ ન હોય, એકતા ન હોય; બંનેને અત્યંત ભિન્નતા છે, આ દેહ તો ધૂળ, ઇન્દ્રિયગમ્ય, નાશવાન વસ્તુ છે; તું તો અતિ સૂક્ષ્મ, અતીન્દ્રિયસ્વરૂપ, ઇન્દ્રિયોથી અગમ્ય અવિનાશી છો. તું આનંદનું ને જ્ઞાનનું ધામ છો. આવી તારી અંતરંગ વસ્તુમાં નજર તો કર.
લાકડું અને આ શરીર, એ બંને એક જાતિનાં છે, જેમ લાકડું તું નથી, તેમ શરીર પણ તું નથી. લાકડું ને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com