________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮: આત્મભાવના
* દેહબુદ્ધિથી ભવભ્રમણ *
દેહાદિથી ભિન્ન આત્માને બહિરાત્મા જાણતો નથી,–તેથી તે સંસારમાં રખડ છે એ વાત કહે છે –
शरीरकंचुकेनात्मा संवृत्तज्ञानविग्रहः। नात्मानं बुध्यते तस्माद्धमत्यतिचिर भवे।।६८।।
આત્મા તો ચૈતન્યશરીરી અતીન્દ્રિય છે. તેમાં અંતર્મુખ થઇને તેને જે ધ્યેય નથી બનાવતો તે આત્માને નથી જાણતો, પણ દેહાદિને કે રાગાદિને જ આત્મા માને છે. તેનું જ્ઞાનશરીર કર્મરૂપી કાચળીથી ઢંકાઈ ગયું છે, અર્થાત્ આત્મા તરફ ન વળતાં કર્મ તરફ જ તેનું વલણ છે ને તેથી તે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે, જેમ કાંચળી તે સર્પ નથી, તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્માને કર્મ તરફના વલણથી જે રાગ-દ્વેષ-મોહરૂપ કાંચળી છે તે તેનું વાસ્તવિક સ્વરૂપ નથી; તે કાંચળીને લીધે અજ્ઞાનીને આત્માનું વાસ્તવિકસ્વરૂપ ઓળખાતું નથી, એટલે રાગાદિને જ આત્મા માનીને તે પોતે પોતાના ચૈતન્યસ્વરૂપને આવરણથી ઢાંકીને ચારગતિમાં રખડે છે. તેને ભગવાને ઉપદેશ કર્યો છે કે હે જીવ! તારું ચૈતન્યતત્ત્વ રાગાદિથી રહિત છે, દેહાદિથી ભિન્ન છે, તેમાં તું અંતર્મુખ થા. તારી ભૂલથી ભવભ્રમણ છે, તે ભૂલ ટાળ, ને ચિદાનંદસ્વરૂપ આત્માની સંભાળ કર તો તારું ભ્રમણ ટળે ને મુક્તિ થાય.
જેમ પાણીમાં નમક (મીઠું) મિશ્ર થતાં તે ખારું લાગે છે, ત્યાં ખરેખર પાણીનો ખરો સ્વભાવ નથી, ખારું તો મીઠું છે, તેમ આત્મામાં કર્મ તરફના વલણથી રાગ-દ્વેષ-મોહરૂપ આકુળતાનું વેદન થાય છે, તે આકુળતા ખરેખર આત્માના ચૈતન્યસ્વભાવનો સ્વાદ નથી તે તો કર્મ તરફના વલણવાળા વિકારીભાવનો સ્વાદ છે. હું તો ચૈતન્યસ્વરૂપ છું-જ્ઞાન ને આનંદ જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com