________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૫૬
જ્ઞાનીને જગત પ્રત્યે પરમ ઉદાસીનતા
દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા શું છે ને તેનો અનુભવ કેમ થાય તે વાત પૂજ્યપાદસ્વામીએ આ સમાધિશતકમાં સહેલી રીતે વર્ણવી છે. આત્માના અતીન્દ્રિય સુખની જેને અભિલાષા છે એવા જીવોને માટે રાગાદિથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપનું વર્ણન કર્યું છે. વત્રના દૃષ્ટાંતે દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ બતાવીને કહ્યું છે કે જેનો ઉપયોગ આવા આત્મસ્વરૂપમાં લાગેલો છે તે જ પરમ શાંતિસુખને અનુભવે છે, બીજા નહિ. આવો અનુભવ કરનાર જ્ઞાની કેવા હોય? તો કહે છે:
यस्य सस्पंदमाभाति निःस्पंदेन समं जगत्। अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः।। ६७।।
જે જ્ઞાનીને શરીરાદિની અનેક ક્રિયાઓ વડે સર્પદ એવું આ જગત કાષ્ટ વગેરે સમાન નિસ્પદ અને જડ ભાસે છે, તે જ પરમ વીતરાગી સુખને અનુભવે છે; તેના અનુભવમાં ઇન્દ્રિયોના વ્યાપારરૂપ ક્રિયા નથી, કે ઈન્દ્રિયવિષયોનો ભોગવટો નથી. ઉપયોગ જ્યાં અંતરમાં વળીને આત્માના આનંદના અનુભવમાં એકાગ્ર થયો ત્યાં દેહાદિ તરફનું લક્ષ જ છૂટી જાય છે, એટલે તેને તો આ જગત નિચેતન ભાસે છે.-આવા જ્ઞાની જ અંતર્મુખ ઉપયોગ વડે આત્મિકસુખને અનુભવે છે; મન-વચન-કાયાની ક્રિયાને પોતાની માનનાર અજ્ઞાની બહિરાત્મા જીવ ચૈતન્યના પરમસુખને અનુભવી શકતો નથી.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા અશરીરી છે, તેને સાધવાવાળા જીવને જ્યાં શુભનોય રસ નથી ત્યાં અશુભ પરિણામની તો વાત જ શી ? જેને આત્માના સ્વરૂપની રુચિ થઈ તેને સંસારનો અને દેહનો રાગ ટળ્યા વગર રહે નહિ; પરભાવની જરાય પ્રીતિ તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com