________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૫૫ ચાખ્યું નથી, તેને શુભ વખતેય એકલી અસમાધિ છે.
અહા, મોક્ષને સાધનારા મુનિઓની સમાધિની શી વાત ! મોટા મોટા રાજકુમારો પણ મુનિઓની એવી ભક્તિ કરે કે અહા ! ધન્ય ધન્ય તમારા અવતાર! આપ મોક્ષને સાધી રહ્યા છો, તે રાજકુમાર પણ સમકિતી હોય. હજી તો પચીસ વર્ષની ઊગતી જુવાની હોય છતાં ગુણના ભંડાર હોય ને વૈરાગ્યના રંગે રંગાયેલા હોય....અહો !-અમે આવા મુનિ થઈએ એ દશાને ધન્ય છે !! દેહને સ્વપ્નેય પોતાનો માનતા નથી.
શ્રેણીકરાજા ક્ષાયિક સમકિતી હતા. તેઓ પોતાના રાજભંડારના રત્નોને તો પત્થર સમાન માનતા હતા, ને મુનિઓના રત્નત્રયને મહા પૂજ્ય રત્ન માનીને તેમનો આદર કરતા હતા. મુનિઓના અતીન્દ્રિય આનંદ પાસે વિષયભોગોને વિષ જેવા માનતા હતા. “ભગવાન પધાર્યા” એવી વધામણી જ્યાં માળીએ આપી ત્યાં એક રાજચિત સિવાય શરીર ઉપરના કરોડોની કિંમતના બધા દાગીના તેને વધાઈમાં આપી દીધા. ને તરત સિંહાસન ઉપરથી ઊતરીને ભગવાનની સન્મુખ સાત પગલાં જઈને નમસ્કાર કર્યા; આવી તો સર્વજ્ઞપરમાત્મા પ્રત્યે ભક્તિ અને બહુમાન ! તે શ્રેણીકરાજા ભવિષ્યમાં તીર્થકર થવાના છે. પહેલાં મુનિની વિરાધના કરેલી તેથી નરકનું આયુષ્ય બંધાઈ ગયું. ને તેથી અત્યારે નરકમાં છે. છતાં ત્યાં પણ સમ્યગ્દર્શનના પ્રતાપે દેહથી ભિન્ન ચૈતન્ય તત્ત્વનું ભાન વર્તે છે. આ દેહ હું નહિ, હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું-એવું ભેદજ્ઞાન ત્યાં પણ તેમને વર્તે છે; ને તેટલી શાંતિ-સમાધિ ત્યાં નરકમાં પણ છે.
આ રીતે અંતરાત્મા પોતાના આત્માને દેહાદિથી ભિન્ન જાણીને આત્માની જ ભાવના ભાવે છે; તેથી મૃત્યુપ્રસંગે પણ આત્મભાવનાપૂર્વક તેમને સમાધિ રહે છે. (૬૩-૬૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com