________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪: આત્મભાવના એટલે વીતરાગી આત્મશાંતિ–તેનું મૂળ ભેદજ્ઞાન છે. પર સાથે એકત્વબુદ્ધિરૂપ મમતા હોય ત્યાં સ્વમાં એકાગ્રતારૂપ સમાધિ હોતી નથી. તેથી આચાર્યદેવે ભેદજ્ઞાનની ભાવના વારંવાર ઘૂંટાવી છે. જીવને જેનો રસ હોય તેની વારંવાર ભાવના કરીને, એટલે વારંવાર તેમાં ઉપયોગ જોડીને તેમાં પોતાના પરિણામને એકાગ્ર કરે છે.
જાઓ, રાવણ મહારાજા જૈનધર્મી હતા; રામ-લક્ષ્મણ સાથેની લડાઈ વખતે તે જ્યારે બહુરૂપિણી વિદ્યા સાધે છે ત્યારે કોઈ આવીને તેને ડગાવવા માંગે છે ત્યાં માયાજાળથી એવો દેખાવ ઊભો કરે છે કે રાવણની સામે તેના પિતાને મારી નાખે છે, ને રાવણની માતા રુદન કરે છે કે અરે બેટા રાવણ ! આ તારા જેવો પુત્ર હોવા છતાં આ તારા પિતાને મારી નાખે !! વળી રાવણના શરીર ઉપર મોટા સર્પો અને વીંછી ચડે છે...છતાં રાવણ ધ્યાનથી ડગતો નથી...ને અંતે વિધાને સાધે છે. વિદ્યા સાધવા માટે ધ્યાનની આવી એકાગ્રતા છે. અરે, સાધારણ લૌકિક વિદ્યા સાધવા માટે પણ આટલી દઢતા હોય !! શાસ્ત્રકાર તો કહે છે કે અહો ! રાવણે જેવી ધ્યાનની દઢતા આ વિદ્યા સાધવા માટે કરી તેવી દઢતા જો મોક્ષને માટે આત્મધ્યાનમાં કરી હોત તો ક્ષણમાં આઠ કર્મોને ભસ્મ કરીને તે કેવળજ્ઞાન અને મોક્ષદશાને પામી જાત. આ રીતે આત્મામાં એકાગ્રતાના અભ્યાસવર્ડ પરમ સમાધિ થાય છે.
અહા મુનિઓ સંસારની મમતા છોડીને આત્મામાં એકાગ્રતાવડે નિજપદમાં ઝૂલે છે, તેમને પરમ સમાધિ વર્તે છે. સિંહ ભલે શરીરને ફાડી ખાતો હોય કે શાંત થઇને ભક્તિથી જોતો હોયપણ મુનિને સમભાવરૂપ સમાધિ છે. સમ્યગ્દષ્ટિને ચૈતન્ય સ્વભાવની વીતરાગીદષ્ટિ થઈ છે તેટલી સમ્યગ્દર્શનરૂપ સમાધિ છે, પણ જેટલા રાગદ્વેષ છે તેટલી અસમાધિ છે. અજ્ઞાનીને તો વીતરાગી સમભાવના પરમ સુખની ખબર જ નથી, તેણે સમાધિ સુખ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com