________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૫૩
માનીને વિષયકષાયો પોષ્યાં છે તે દેહ છૂટવા ટાણે કોના જોરે સમાધિ રાખશે ? અજ્ઞાની તો અસમાધિપણે દેહ છોડે છે. જ્ઞાનીએ તો પહેલેથી જ દેહને પોતાથી જુદો જાણ્યો છે, એટલે તેને ચૈતન્યલક્ષે સમાધિમરણે દેહ છૂટે છે. એકવાર પણ જો આ રીતે ચૈતન્યલક્ષે દેહ છોડે તો ફરીને દેહ ધારણ કરવો ન પડે, એકબે ભવમાં જ મુક્તિ થઈ જાય.
જુઓ, જ્ઞાનીને તેમજ અજ્ઞાનીને બન્નેને દેહ તો છૂટે જ છે, પણ જ્ઞાનીએ દેહને જુદો જાણ્યો છે એટલે તેને ચૈતન્યલક્ષે દેહ છૂટી જાય છે, તેને મરણનો ભય નથી. અને અજ્ઞાનીએ તો આત્માને દેહરૂપે જ માન્યો છે એટલે તેને શરીરના લક્ષે શરીર છૂટી જાય છે, ત્યાં ‘મારું મરણ થયું. ' એવો ભય તેને છે. દેહથી જુદા આત્મસ્વભાવના અનુભવ વગર મરણનો ભય કદી ટળે નહિ.
લોકો નીતિ વગેરે ખાતર પણ શરીર જતું કરે છે. જેને માંસભક્ષણ વગેરેનો ત્યાગ છે એવો આર્યમાણસ દેહ જાય તોપણ માંસભક્ષણ કરે નહિ. કોઈવાર એવો પ્રસંગ આવી પડે કે કોઈ દુષ્ટ માણસ તેને પકડીને કહે કે તું મારી સાથે માંસભક્ષણ કર, નહિ તો હું તારા શરીરના કટકા કરી નાંખીશ.-તો ત્યાં તે આર્યમાણસ શું કરશે ? શરીર જતું કરશે પણ માંસભક્ષણનાં પરિણામ નહિ જ કરે. એ જ પ્રમાણે જે બ્રહ્મચારી છે તે શરીર જતાં પણ અબ્રહ્મચર્ય નહિ સેવે.-આ રીતે હિંસા-અબ્રહ્મ વગેરે અનીતિને છોડવા માટે દેહ પણ જતો કરે છે, અને ત્યાં દેહ જતો કરવા છતાં ખેદ થતો નથી. જો ખેદ થાય તો તેણે ખરેખર હિંસાદિને છોડયાં નથી. હવે શરીર જતાં પણ ખેદ ન થાય-એમ કયારે બને? કે શરીરથી ભિન્ન ચૈતન્યતત્ત્વને લક્ષમાં લીધું હોય તો જ શરીરને જતું કરી શકે. શરીરને જ જે પોતાનું માને છે તે શરીરને ખેદ વગર જતું કરી શકે જ નહિ. આ રીતે દેહ અને આત્માની ભિન્નતાના ભેદજ્ઞાનપૂર્વક જ દેહની મમતા છૂટી શકે છે ને વીતરાગભાવરૂપ સમાધિ થાય છે. સમાધિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com