________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પ૨: આત્મભાવના છે. સમસ્ત પરદ્રવ્યોની જેમ શરીરને પણ તે પોતાથી જાદું જ અનુભવે છે. આવા અનુભવવાળું ભેદજ્ઞાન તે જ શાંતિનો અને સમાધિનો ઉપાય છે.
ધર્મા–અંતરાત્મા જાણે છે કે હું જ્ઞાન ને આનંદસ્વરૂપ છું, આ જડ શરીર હું નથી. દેહના નાશથી મારો નાશ નથી. જેમ શરીરને વસ્ત્રની સાથે એકતાનો સંબંધ નથી તેમ આત્માને દેહની સાથે એકતાનો સંબંધ નથી. જેમ વસ્ત્રના ફાટવાથી શરીર ફાટતું નથી, વસ્ત્ર નવું આવતાં શરીર નવું થતું નથી. વસ્ત્રનો નાશ થતાં શરીરનો નાશ થતો નથી કે વસ્ત્રના રંગથી શરીર રંગાતું નથી; તેમ ચૈતન્યમૂર્તિ આત્માને આ શરીર તો ઉપરના વસ્ત્ર જેવું છે; તે શરીરની જીર્ણતા થતાં આત્મા જીર્ણ થતો નથી, શરીર નવું થતાં આત્મા નવો થતો નથી, શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી, કે શરીરના રંગથી આત્મા કાંઈ કાળો-રાતો રંગરૂપ થતો નથી; આત્મા તો શરીરથી જુદો જ રહે છે. શરીર છૂટી જાય છે પણ જ્ઞાન કદી આત્માથી છૂટું પડતું નથી; માટે જે જુદું પડે તે આત્માનું શરીર નહિ આ જડ શરીર આત્માનું નથી. આત્મા ચૈતન્યશરીર છે. તે ચૈતન્યશરીર આત્માથી કદી જાદું પડતું નથી. આવી ભિન્નતાના ભાનમાં ધર્મીને શરીરના વિયોગમાં દુઃખ થતું નથી, અર્થાત્ મરણનો પ્રસંગ આવતાં “હું મરી જઈશ” એવો મરણનો ભય તેને થતો નથી. તે જાણે છે કે મારું ચૈતન્ય શરીર અવિનાશી છે; વજપાત થવા છતાં મારા ચૈતન્યશરીરનો વિનાશ થતો નથી. મારું ચૈતન્યશરીર અવધ્ય છે, તે કોઈથી હણી શકાતું નથી. આવી દષ્ટિમાં ધર્માત્માને મરણની બીક નથી. જગતને મરણની બીક છે, પણ જ્ઞાનીને તો ચૈતન્યલક્ષે સમાધિ જ છે...એને તો આનંદના મહોત્સવ મંડાય છે. જીવનમાં જેણે જુદા ચૈતન્યની ભાવના ભાવી હશે તેને મરણ ટાણે તેનું ફળ આવીને ઊભું રહેશે. પણ જીવનમાં જેણે ચૈતન્યની દરકાર કરી નથી, દેહને જ આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com