________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૩૯
નાળિયેરી, અથવા આનંદનું કલ્પવૃક્ષ પોતામાં જ સાક્ષાત્ દેખ્યું છે ને એનો સ્વાદ ચાખ્યો છે ત્યાં રાગની કે રાગના ફળની મીઠાશ કેમ લાગે ? અજ્ઞાની રાગમાં ને સંયોગમાં કયાંક ને કયાંક મોહાયો છે; જો કયાંક ન અટકયો હોય તો ચૈતન્યના વીતરાગી આનંદનું વેદન કેમ ન થાય ? જ્ઞાની તો સ્વતત્ત્વમાં જ સંતુષ્ટ છે. તેને સાચો ત્યાગ ને સાચી સમાધિ થાય છે. જીઓ, આવા આત્મતત્ત્વને જાણીને, અંતર્મુખ તેની ભાવના કરવી તે જ પરમ શાંતિની દાતાર છે. એ સિવાય બીજે કયાંયથી જીવને શાંતિ મળે તેમ નથી. અંતરતત્ત્વનો પોતાનો મહિમા જાણ્યા વગર બાહ્ય તત્ત્વો પ્રત્યે સાચી ઉદાસીનતા કે સાચો વૈરાગ્ય થાય નહિ, એટલે તેનો ત્યાગ પણ સાચો હોય નહિ, ને તેને આત્માની શાન્તિ પ્રગટે નહિ.
જ્ઞાની ધર્માત્મા ગૃહસ્થપણામાંય હોય, શરીરના સંસ્કાર કરતા હોય એવું દેખાય, પણ ખરેખર એણે દેહથી પોતાને અત્યંત ભિન્ન જાણ્યો છે; દેહ હું છું જ નહિ, હું તો ચૈતન્ય છું; જેમ થાંભલો આત્માથી જાદો છે તેમ દેહુ આત્માથી જુદો છે-એવી સ્પષ્ટ ભિન્નતા ધર્માત્માએ જાણી છે; દેહથી તે પોતાને જરાપણ સુખ-દુ:ખ માનતા નથી, ને દેહ પોતે તો અચેતન છે, તેને તો સુખ-દુઃખની કાંઈ ખબર નથી. આ રીતે શરીર પોતાને સુખદુઃખનું કારણ નથી; તેથી શ૨ી૨ ૫૨ ઉ૫કા૨ ક૨વાની કે શરીરને કલેશ દેવાની બુદ્ધિ જ્ઞાનીને નથી, જ્ઞાનીને તો તેનાથી ઉપેક્ષાબુદ્ધિ છે; જે મારું છે જ નહિ, તેનો અનુગ્રહ શો? ને નિગ્રહ શો? અનુગ્રહ એટલે શરીરની સેવા કરવી, તેને સાચવવું, શરીર સરખું હશે તો ધર્મ થશે-એવા ભાવથી તેને સંભાળવું; અને નિગ્રહ એટલે શરીરનું દમન કરવું, દેહદમન કરશું તો ધર્મ થશે-એવી બુદ્ધિથી શરીરનાં કષ્ટ સહન કરવાં;-એ પ્રકારે દેહ ઉપર અનુગ્રહ ને નિગ્રહની બુદ્ધિ કરે છે ?-કે જેણે દેહથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com