________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
આત્મભાવનાઃ ૨૩૭
અધ્યાત્મભાવના ઘૂંટવામાં આવી છે. અધ્યાત્મરસથી નીતરતાં આ પ્રવચનો સરળ અને સહેલાઈથી સમજી શકાય તેવાં છે. તેના ભાવોનું વારંવા૨ ઘોલન, એટલે કે આત્મભાવના, જીવના દુ:ખી ચિત્તને શાંત કરીને જરૂર સમાધિસુખ પમાડે છે. તેથી વારંવાર આત્મભાવના ઘૂંટવા જેવી છે.
******
* જેને આત્મભાવના નથી તે દેહબુદ્ધિ કરે છે *
*
હે જીવ! દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેની ભાવના કર, ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ પ્રીતિ કરવા જેવી છે ને પરદ્રવ્યો ઉપેક્ષા કરવી જેવાં છે, જેને આવું ભાન નથી તે જીવ મૂઢબુદ્ધિથી પરદ્રવ્યમાં પ્રીતિ-અપ્રીતિ કરે છે. પ્રીતિ કરવા યોગ્ય જે ચૈતન્યસ્વરૂપ તેને ન જાણ્યું એટલે દેહાદિમાં પ્રીતિ વર્તે છે, અને દેહાદિની ઉપેક્ષા કરવાને બદલે તેને ઊડે-ઊંડે દ્વેષબુદ્ધિ થઈ જાય છે. જ્યાં દેહબુદ્ધિ છે ત્યાં ચૈતન્યના આનંદરૂપ સમાધિ નથી પણ અસમાધિનો ભાવ વર્તે છે, એટલે ‘શરીરને સૂકવી નાંખું કે શરીરનો નિગ્રહ કરું’ એવી દ્વેષબુદ્ધિ તેને થાય છે; એને ત્યાગમાં શાંતિ નથી પણ દ્વેષ છે. આ જડ શરીર તો મારા જ્ઞાનાનંદસ્વરૂપથી અત્યંત ભિન્ન છે એમ જે નથી જાણતો તે અજ્ઞાનીને શરીરમાં જ અનુગ્રહ અને નિગ્રહની બુદ્ધિ થાય છે, તે વાત કરે છે
न जानन्ति शरीराणि सुखदुःखान्यबुद्धय। निग्रहानिग्रहधियं तथाप्यत्रैव कुर्वते ।। ६१ ।।
આ શરીર તો જડ છે, તે કાંઈ સુખ-દુ:ખને જાણતું નથી, તેમ જ તે શરીરમાં કાંઈ સુખ-દુ:ખ થતું નથી છતાં અબુધ જીવ તે શરીરમાં જ હૈય-ઉપાદેયબુદ્ધિ કરીને તેમાં દ્વેષ અને પ્રીતિ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com