________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ર૩૫ જે અતીન્દ્રિય આનંદ છે, તે આનંદ જગતમાં બીજે ક્યાંય નથી. જગતમાં આશ્ચર્યકારી અદ્દભુત મહાન કૌતુકમય વસ્તુ તો મારો આત્મા જ છે. ચૈતન્ય જેવી અચિંત્ય વસ્તુ આ જગતમાં બીજી કોઈ નથી. આવા ભાનમાં ધર્મી તો આત્મસ્વરૂપમાં જ સંતુષ્ટ છે, તેને બાહ્યવિષયોમાંથી કૌતુક ઊડી ગયું છે; પણ જેને આત્માના આનંદની ખબર નથી, આત્માનો અદ્દભુત મહિમા જેણે જાણ્યો નથી, એવો મૂઢ બહિરાત્મા બાહ્યવિષયોમાં સુખ માનીને તેનું જ કૌતુક કરે છે, ને તેમાં જ પ્રીતિ કરે છે; ચૈતન્યની પ્રીતિ કે તેનો મહિમા કરતો નથી, તે તો બાહ્યમાં શરીરાદિ વિષયોમાં જ સંતુષ્ટ વર્તે છે. પણ અરે મૂઢ! તેમાં ક્યાંય તારું સુખ નથી, સુખ તો ચૈતન્યતત્ત્વમાં જ છે; માટે એક વાર તારા ચૈતન્યતત્ત્વને જાણવાનું તો કૌતૂહલ કર.
અમૃતચંદ્રાચાર્યદવ સમયસારમાં પણ કહે છે કે-રે જીવ! તું દેહાદિ પરદ્રવ્યોનો પાડોશી થઈને એટલે કે તેનાથી જુદાપણું જાણીને એકવાર અંતરમાં તારા ચૈતન્યને જાણવાનો પ્રયત્ન કરે તો જરૂર તને આનંદના વિલાસ સહિત તારું ચૈતન્યતત્ત્વ અંતરમાં દેખાશે. ઉગ્ર રુચિ અને ઉગ્ર પુરુષાર્થ માટે આચાર્યદવ કહે છે કે તું મરીને પણ તત્ત્વનો કુતૂહલી થા, એટલે કે ચૈતન્યતત્ત્વ જાણવા માટે તારું જીવન અર્પ દ...જીવનમાં ચૈતન્યને અનુભવવા સિવાય મારે બીજું કાંઈ કામ છે જ નહિ, લાખ પ્રતિકૂળતા આવે કે મરણ આવે તોપણ મારે મારું ચૈતન્યતત્ત્વ જાણવું છે. એમ એક વાર દઢ નિશ્ચય કરીને સાચી ધગશથી પ્રયત્ન કર તો થોડા જ વખતમાં તને જરૂર ચૈતન્યનો અનુભવ થશે.
અહો, આચાર્યદવ કહે છે કે ઉત્કૃષ્ટ રુચિથી ચૈતન્યના અનુભવનો પ્રયત્ન કરે તો માત્ર બે ઘડીમાં જરૂર તેની પ્રાપ્તિ થાય અને મોહ નાશ પામે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com