________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૩૩ અંગની રચના કરી તેમાંથી કેટલુંક જ્ઞાન ધરસેનાચાર્યદેવને ગુરુપરંપરાથી મળેલું, તે તેમણે ગિરનારમાં પુષ્પદંત-ભૂતબલિ નામના બે મુનિઓને આપ્યું, ને તેમણે તે પૂર્વમરૂપે રચ્યું. તે શાસ્ત્રો હજારો વર્ષોથી તાડપત્ર ઉપર લખેલાં હતા, ને હવે તો છપાઈને બહાર આવ્યાં છે. આ ઉપરાંત કુંદકુંદાચાર્યદેવને પણ મહાવીર ભગવાનની પરંપરાનું કેટલુંક જ્ઞાન મળ્યું હતું તેમ જ પોતે મહાવિદેહમાં જઈને સાક્ષાત્ સીમંધરપરમાત્માની વાણી સાંભળી હતી; તેમણે સમયસારાદિ મહાન શાસ્ત્રો રચ્યાં છે, તેમાં પણ ભગવાનનો ઉપદેશ ગૂંથ્યો છે.
જ્યાં મહાવીર ભગવાન વિચર્યા, જ્યાં ભગવાનનો પહેલવહેલો ઉપદેશ નીકળ્યો અને તે ઝીલીને અનેક જીવો રત્નત્રયધર્મ પામ્યા, તે વિપુલાચલ પર્વત તીર્થ છે, ત્યાંથી ૨૪મા તીર્થકરના તીર્થનું પ્રવર્તન થયું છે. ગણધર ભગવાને બારઅંગરૂપ શાસ્ત્રો પણ ત્યાં જ રચ્યા છે, એટલે શાસ્ત્રની ઉત્પત્તિનું પણ તે તીર્થસ્થાન છે. અહા! ગણધરદેવની તાકાતની શી વાત! ચાર જ્ઞાનના ધારક, શ્રુતકેવળી અને ઉત્કૃષ્ટ લબ્ધિઓના ધારક ગણધરદેવ એક અંતર્મુહૂર્તમાં બાર અંગની રચના કરે છે, અને મોઢેથી પણ અંતર્મુહૂર્તમાં બાર અંગ ઉચ્ચારી શકે એવી તેમની વચનલબ્ધિ છે. તેઓ તદ્દભવમોક્ષગામી–ચરમશરીરી હોય છે. અહીં ક્યાં ક્ષણ પહેલાનાં ગૌતમ-જેઓ મહાવીર પ્રભુ સાથે વાદવિવાદ કરવા આવતા હતા! અને ક્યાં ક્ષણ પછીના ગૌતમ-કે જેઓ ગણધરપદ પામ્યા, ને જેમણે બારઅંગની રચના કરી! ચૈતન્યની અચિંત્ય તાકાત છે, સવળો પુરુષાર્થ કરતાં તે ક્ષણમાં પ્રગટે છે.
ભગવાનની સભામાં રાજગૃહીના રાજા શ્રેણીક મુખ્ય શ્રોતા હતા, તેમણે ભગવાનના ચરણમાં ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ કર્યું હતું અને તીર્થકર નામકર્મ બાંધ્યું હતું તેઓ આ ભરતક્ષેત્રે આવતી ચોવીસીમાં પહેલા તીર્થકર થશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com